સુરત : કોરોના વાઇરસને લઇને સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન આપવામાં આવતા સુરતમાં કામ કરતા રત્ન કલાકાર અને શ્રમિકો ટ્રેન કે બસ બંધ થતા પગપાળા વતન જવા નીકળી પડ્યા છે. ત્યારે લોકોની તકલીફ જોઈને કેટલાક લોકોએ પોતાની ટ્રકમાં લોકોને મફતમાં તેમના વતન મુકવા જવા લાગીયા, તો કેટલાક લોકોએ મોકાનો ફાયદો ઉઠાવી ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી, એટલે કે એક વ્યક્તિ દીઠ 1 હજાર જેટલી રકમ લઈ વતન ભેગા કરવાનું શરૂ કર્યું.
કોરોના વાઇરસને લઇને સુરતના બે મહત્વના ઉધોગ હીરા અને કાપડમાં 21 દિવસનું લોકડાઉન આવતાની સાથે કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા લોકોના વેપાર રોજગાર બંધ થવાથી, સુરતમાં ખરચો નહીં પોસાતા લોકોએ પોતાના વતન જવાની તૈયારી કરી નાખી હતી. જોકે ટ્રેન અને બસ સેવા બંધ હોવાને લઇને છેલ્લા બે દિવસથી લોકોએ સુરતથી પોતાના વતન બાજુ ચાલતી પકડી છે.
સુરતથી દાહોદ, રાજસ્થાન, બનાસકાંડ, ઇડર અને પાલનપુર સાથે સૌરાષ્ટ બાજુ પણ લકો જવા નીકળી ગયા હતા. આવા લોકોની તકલીફ જોઈને સુરતની કેટલીક સમાજ સેવી સંસ્થાઓએ મદદ કરી તો કેટલાક ટ્રક સંચાલકોએ પોતાની ટ્રકમાં લોકોને તેમના વતન મફતમાં મુકવા માટે તૈયારી બતાવી, સુરતમાં આવા લોકો માટે ઠેર-ઠેર લોકોએ મદદનો ધોધ વહાવ્યો છે.
તો બીજી બાજુ આવા લોકોની મજબુરીનો લાભ ઉઠાવી કેટલાક તકસાધુઓએ તેમને વતન પહોંચાડવાના નામે હજારો રૂપિયા ભાડુ લઈ વતન ભેગા કરવાનું શરૂ કર્યું છે.
Published by:News18 Gujarati
First published:March 26, 2020, 20:57 pm