Home /News /south-gujarat /

તમે આ 4 રીતે સરળતાથી સ્ટેમ્પ ડ્યૂટી ભરી શકો છો

તમે આ 4 રીતે સરળતાથી સ્ટેમ્પ ડ્યૂટી ભરી શકો છો

પ્રતિકાત્મક તસવીર

સામાન્ય નાગરીકોને ટેક્સ ભરવા તકલિફો પડતી હોય છે. તો અહીં સ્ટેમ્પ ડ્યુટી ભવાવાની અલગ અગ પદ્ધતિઓ દર્શાવી છે જેનાથી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં પડતી મુશ્કેલીઓ સરળ થઇ જશે.

    ન્યુઝ18ગુજરાતીઃ સામાન્ય નાગરીકોને ટેક્સ ભરવા તકલિફો પડતી હોય છે. તો અહીં સ્ટેમ્પ ડ્યુટી ભવાવાની અલગ અગ પદ્ધતિઓ દર્શાવી છે જેનાથી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં પડતી મુશ્કેલીઓ સરળ થઇ જશે.

    1- સ્પેમ્પ પેપરઃ- સ્ટેમ્પ પેપર માત્ર પરવાનેદાર સ્પેમ્પ વેન્ડરો તથા પોસ્ટ ઓફિસ પાસેથી ખરીદીને સ્ટેમ્પર ડ્યુટી પેપર દ્વારા ભરપાઇ કરી શકાય છે. રૂ.10, રૂ.20, રૂ.50, રૂ.100, રૂ.1000, રૂ.5000, રૂ. 10,000, રૂ.15,000, રૂ.20,000 અને રૂ.25,000ના દરમાં મળે છે. તથા સ્ટેમ્પ પેપર ઉપર જરૂરિયાત મુજબનું લખાણ કરી શકાય છે.

    2- ફેન્કીંગ સ્ટેમ્પઃ- માત્ર પરવાનેદાર બેન્કો દ્વારા ફ્રેકિંગ મશીનથી છાપ પાડીને ફ્રેન્કીગ સ્ટેમ્પ લગાવી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી શકાય છે. જેટલી રકમની જરૂરિયાત હોય તેટલી રકમના ફ્રેન્કીગ સ્ટેમ્પ લગાવી શકાય છે. તથા ફ્રેન્કીંગ સ્ટેમ્પ છાપેલા ફોર્મ ઉપર અથવા ટાઇપ કરેલા કે લખાણ / દસ્તાવેજ ઉપર લગાવી શકાય છે.

    3- ઇ-સ્ટેમ્પિંગઃ- ઇસ્ટેમ્પીંગ સર્ટિફિકેટ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ભરી શકાય છે. ઇ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટના વેચાણ માટે સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ સાથે રાજ્ય સરકાર દ્વારા એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. આ કોર્પોરેશન દ્વારા દરેક જિલ્લા/તાલુકામાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ તથા અન્ય સ્થળોએ સુવિધાકેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ઉપર જઇ ફોર્મમાં વિગતો ભરી જેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય તેટલી રકમનું કમ્પ્યુટર સિસ્ટમથી જનરેટ થયું સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ ઇસ્યૂ કરવામાં આવે છે.

    4-ઇ-પેમેન્ટઃ- પ્રજાજનો ગમે તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી ગમે તે સ્થળેથી ઓનલાઇન પણ ભરી શકે છે. www.garvi.gujarat.gov.in વેબસાઇટ ઉપર જ નોંધપાત્ર દસ્તાવેજોમાં ભરપાઇ કરવાની સ્ટેમ્પડ્યૂટી ઓનલાઇન ભરીને તેના ચલણની પ્રિન્ટ કાઢીને દસ્તાવેજ સાથે નોંધણી સામે રજૂ કરવાની રહે છે. તેમ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના સુરત વિભાગ 1 અને 2ના નાયબ કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: People, ગુજરાત, સુરત

    આગામી સમાચાર