સુરત : નવી સિવિલમાં Corona દર્દીનું મોત, પરિવારને જાણ કર્યા વગર બારોબાર કરી દીધી અંતિમક્રિયા

News18 Gujarati
Updated: June 26, 2020, 9:36 PM IST
સુરત : નવી સિવિલમાં Corona દર્દીનું મોત, પરિવારને જાણ કર્યા વગર બારોબાર કરી દીધી અંતિમક્રિયા
મૃતક દિલીપભાઈ ગોંડલીયા

બે બાળકોના પિતાનું કોરોનાથી મોત. પરિવાર ટિફિન આપવા ગયો તો હોસ્પિટલ તંત્રએ કહ્યું દર્દીનું સવારે જ મોત થઈ ગયું હતું તેમના તો અંતિમસંસ્કાર પણ થઈ ગયા. પરિવારને જાણ કર્યા વગર અંતિમક્રિયા પતાવી દેતા પરિવારના પગ નીચેથી જમીન સરકી હોય તેવો ધ્રાસકો લાગ્યો.

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઈને સારવાર માટે દાખલ દર્દી સાથે બેદરકારી ઘટન સુરતની કોવીડ હોસ્પિટલમાં સામે આવી છે. ગતરોજ એક દર્દી સાથે રાત્રે પરિવાર દ્વારા વાત કર્યા બાદ આજે બપોરે દર્દીને મળવા પરિવારના સભ્યો ગયા ત્યારે ખબર પડી કે તેમનું મુત્યુ થઈ ગયું છે અને તેમની અંતિમ ક્રિયા પણ કરી નાખવામાં આવી છે. અચાનક આ વાત પરિવારને ખબર પડતા પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી.

કોરોના વાઇરસના સંક્રમણ આવનાર લોકોને તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ કેપ્સમાં આવેલા કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવે છે. ત્યારે આ હોસ્પિટલ દ્વારા સતત બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદ સતત સામે આવી છે. ત્યારે આજે તો બેદરકારીની તમામ હદ પાર થઈ ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ગીર સોમનાથના રહેવાસી અને હાલમાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા દિલીપભાઈ મગનભાઈ ગોંડલીયા રત્નકલાકાર તરીકે કામ કરતાં. તેમને 17મીના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 24મીની રાત્રે 11 વાગ્યે પરિવારના સભ્યોએ દિલીપભાઈ સાથે વાત કરી હતી. જોકે ગતરોજ બપોરે એક વાગ્યે પરિવારના સભ્યો દર્દીને મળવા ગયા ત્યારે ખબર પડી કે તેમનું મોત તો સવારે સાડા પાંચ વાગ્યે થઈ ગયું છે અને અંતિમ સંસ્કાર પણ એકતા ટ્રસ્ટ દ્વારા કરી દેવામાં આવ્યાં છે.

અચાનક પરિવારના સભ્યના મોત સાંભળ્યા અને પરિવારને જાણ કર્યા વગર દર્દીના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવતા, પરિવારના પગ નીચેથી જમીન સરકી પડી હોય તેવો આઘાત લાગ્યો હતો. પરિવાર બે બાળકોના પિતાની અસ્તિ લેવા સ્મશાન ખાતે પહોંચ્યો હતો, ત્યારબાદ હકિકત જાણવા અસ્તિ માટે ટ્રસ્ટની ઓફિસ પહોંચ્યો હતો અને સિવિલ તંત્રની બેદરકારી અંગે સવાલો ઉઠાવ્યાં હતાં.

પરિવારનો આક્ષેપ છે કે, દર્દી સાથે તેમણે ફોન પર 24 જૂને વાત કરી હતી, પછી 25 તારીખથી ફોન સ્વિચ ઓફ આવતો હતો, એટલે અમે મૂંજવણમાં મુકાયા હતાં. બાદમાં ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડી કે, દર્દીના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. ઘટનાને બે દિવસ થઈ ગયા હોવા છતાં, હોસ્પિટલ તંત્ર કે ટ્રસ્ટ દ્વારા પરિવારને કોઈ ફોન કરીને જાણ સુદ્ધા નથી કરવામાં આવી.
First published: June 26, 2020, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading