Home /News /south-gujarat /

સુરત: પાટીદાર શહીદ યાત્રામાં બબાલ, રેલીમાં છમકલું કરવા આવેલ 2ને માર મરાયો

સુરત: પાટીદાર શહીદ યાત્રામાં બબાલ, રેલીમાં છમકલું કરવા આવેલ 2ને માર મરાયો

    સુરત પાટીદાર શહીદ યાત્રા દરમ્યાન બબાલ તઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બબાલમાં બે યુવાનોને માર મરાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પોલીસ બંને યુવકની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ, આજે પાટીદાર શહીદ યાત્રા રેલી સુરતમાં ચાલી રહી હતી, તે દરમ્યાન રેલી કાપોદ્રા રચના પાસે પહોંચી ત્યારે બબાલ થઈ હતી. જેમાં બ્લેક ગોલ્ડન અને હર્ષિલ નામના યુવાનને લોકોએ માર મારી પોલીસને હવાલે કર્યો હતો.

    રેલીમાં હાજર રહેલ લોકોના કહેવા પ્રમાણે બે યુવાનો રેલીમાં છમકલું કરવાના ઈરાદે આવ્યા હતા. તેમણે બબાલ શરૂ કરી, આ લોકો અલ્પેશ કથિરિયા સાથેની જૂની અદાવતના પગલે રેલીમાં છમકલું કરવા આવ્યા હતા. અચાનક રેલી દરમ્યાન બબાલ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો, રોષે ભરાયેલા લોકોએ કારના કાચ પણ તોડી નાખ્યા હતા, લગભગ 20 મિનીટ સુધી રેલી ઘટના સ્તલ પર જ ઉભી થઈ ગઈ હતી. જોકે પોલીસે મામલો સંભાળી લીધો હતો, અને બંને યુવાનોની અટકાયત કરી દીધી હતી, ત્યારબાદ રાબેતા મુજબ રેલી આગળ જવા રવાના થઈ હતી.

    સુરતમાં રેલી બાદ હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી સરકાર પર જબરદસ્ત પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલે અમદાવાદ ગેંગરેપ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપ સરકારના ગુજરાત મોડલની આ ઘટનાએ હવા નીકાળી દીધી છે. અમદાવાદ શહેરમાં આ દર્દનાક ઘટના બની જેમાં દિલ્હીની જેમ એક યુવતી સાથે ચોલુ કારમાં ગેંગરેપ થયો છે.

    ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા પાટીદાર યુવાનોના સમર્થન માટે પાટીદાર સમાજ દ્વારા શહીદ યાત્રાની રેલી યોજવામાં આવી છે. આ રેલી વરાછાના માનગઢ ચોક ખાતેથી શરૂ કરવામાં આવી હતી, જે યોગી ચોક સાથે સંપન્ન કરવામાં આવી છે. આ રેલીમાં પાસ નેતા હાર્દિક પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Paas, સુરત, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन