અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની તૈયારી, સુરતમાં ભવ્ય વરઘોડા સાથે કરાશે સ્વાગત

News18 Gujarati
Updated: December 7, 2018, 7:17 AM IST
અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની તૈયારી, સુરતમાં ભવ્ય વરઘોડા સાથે કરાશે સ્વાગત
News18 Gujarati
Updated: December 7, 2018, 7:17 AM IST
કિર્તેશ પટેલ, સુરત

પાટીદાર આંદોલન વખતથી જેલમાં બંધ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિનો માર્ગ મોકળો બન્યો છે. સુરત અને અમદાવાદના કેસમાં જામીન મળ્યા બાદ હવે અમરોલીમાં કલમ 307માં જામીન મળી જતા ટૂંક સમયમાં તેની જેલમુક્તિ થશે. જેને લઇને સુરતમાં અલ્પેશના ભવ્ય સ્વાગતની તૈયારી શરૂ થઇ ગઇ છે.

અહીં ક્લિક કરી વાંચો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું 'હબ' કેમ બનતું જાય છે, ગાંધીનગર ? સોચના પડેગા !

પ્રાપ્ત વિગત પ્રમાણે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયાના જેલવાસનો અંત આવ્યો છે. તમામ કેસમાં જામીન મળતાં હવે તે ટૂંક સમયમાં જેલ બહાર આવશે. છેલ્લા કેટલાક સમયથી અલ્પેશના જામીન માટે પ્રયાસો તેજ થયા હતા. તો હવે અલ્પેશની જેલ મુક્તિ થતાં પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા લોકો ખુશ થયા છે અને આંદોલન દરમિયાન જેલમાં જનારા અલ્પેશનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યાં છે. સોમવારે અલ્પેશનું ભવ્ય વરઘોડો કાઢી સ્વાગત કરવામાં આવશે. આ માટે સુરતમાં મિટિંગોનો દોર શરૂ થયો છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ રહ્યાં છે.

શું છે અમરોલીનો ગુનો ?

2015ના વર્ષમાં પાટીદાર અનામતનું આંદોલન તેની ચરમસીમા પર હતું. એ વખતે રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા. જેમાંની એક ઘટના સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો.
First published: December 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...