સુરતઃ પટેલ પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, બે બાળકનાં મોત

News18 Gujarati
Updated: March 15, 2018, 8:51 AM IST
સુરતઃ પટેલ પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, બે બાળકનાં મોત

  • Share this:
સુરત શહેરમાં સામુહિક આપઘાતના પ્રયાસનો કેસ સામે આવ્યો છે. અહીં ઓલપાડ વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના મોભીએ પોતાના બે બાળક સાથે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોને આ વાતની ખબર પડતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે બાળકોનાં મોત થયા છે. જ્યારે પિતાની સારવાર ચાલી રહી છે.

બનાવની વિગત એવી છે કે સુરત નજીક આવેલા ઓલપાડના માસમા ગામના એક ખેતર પાસે બે બાળક અને એક યુવાન બેભાન હાલતમાં હોવાની જાણ સ્થાનિકોએ ઓલપાડ પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે બે બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે યુવકની હાલત નાજુક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.પહેલા બાળકોને દવા પીવડાવી પછી પોતે પી ગયો

પોલીસે તપાસ કરતા યુવાન ઓલપાડના માસમા ગામનો યોગેશ પટેલ હોવાનું બહાર આવ્યું છે. યોગેશે ઘરેથી દૂધ લાવીને તેમાં ઝેરી દવા ભેળવીને પહેલા બંને બાળકો 6 વર્ષીય કરણ અને 3 વર્ષીય હેરીને પીવડાવી દીધું હતું. બાદ પોતે પણ ઝેર ભેળવેલું દૂધ પીને આપઘાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમં બહાર આવ્યું છે.

યુવાને પોતાના બે બાળકો સાથે આવું આત્યાંતિક પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.સ્ટોરીઃ કિર્તેશ પટેલ, સુરત
First published: March 15, 2018, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading