Home /News /south-gujarat /

રસ્તા પણ કણસતી યુવતીને જોઇ એક વ્યક્તિને સંવેદના જાગી અને....

રસ્તા પણ કણસતી યુવતીને જોઇ એક વ્યક્તિને સંવેદના જાગી અને....

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા ત્રણ દિવસથી એક યુવતી હાથ પગ ભાગી ગયા હોવાથી દુઃખથી કણસતી હતી. તેને કોઈ સારવાર અપાવતું નહોતું અને...

    સુરત: સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી એક વ્યક્તિએ રસ્તા પર કણસતી મહિલાને જોઇ અને તેની સંવેદના જાગી ઉઠી. આ વ્યક્તિએ માત્ર નિશાસા નાંખવાને બદલે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કર્યો અને જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી એક યુવતી હાથ પગ ભાગી ગયા હોવાથી દુઃખથી કણસે છે જેને કોઈ સારવાર અપાવતું નથી.

    અભયમ ટીમ તાત્કાલિક એ સ્થળે પહોંચી અને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન બોલાવી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

    મળતી માહીતી મુજબ અમરોલી વિસ્તારમાં નેપાળી કુટુંબ સુરતમાં રોજગારી અર્થે સ્થાઈ થયેલા છે. જેની ૧૭ વર્ષની ઉર્મિલા નામની દીકરી કોઈ યુવકના પરિચયમાં આવી હતી. અવારનવાર તેની સાથે બહાર ફરવા જતા હતા (યુવતીનું નામ બદલ્યું છે) ઉર્મિલા આખો દિવસ તેના મિત્ર સાથે રહેતી જેથી તેના પિતાએ અવારનવાર આ રીતે બહાર ના જવા જણાવતા હતા. પરંતું ઉર્મિલા આ વાત ગણકારતી હતી જે કારણોસર પરિવારમાં અવારનવાર ઝગડાનું વાતાવરણ રહેતું.

    ચારેક દિવસો પહેલા ઉર્મિલા તેના મિત્ર સાથે બહાર ફરીને મોડી રાતે ઘરે પરત ફરી હતી. જેથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી તેને ખોટું લાગી જતા બીજા માળે થી કૂદી પડી હતી તેથી હાથ પગમાં ફેકચર થયું હતું.

    છેલ્લા બે દિવસથી દુખાવાની પીડાતી હતી. પરંતું તેણીની કોઈ એ દરકાર ના કરતા એક ત્રાહિત વ્યક્તિએ અભયમને જાણ કરી હતી. રેસક્યુ વાનના કાઉન્સેલર તેના દુખાવાની ગંભીરતા જાણી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી અને પરિવારને હોસ્પિટલમાં સાથે રાખી તેને યોગ્ય સારવાર મળે તેમ સમજાવવામાં સફળ રહ્યા હતા. ઉર્મિલાને પણ પરિવારની સાથે શાંતિથી રહેવાની શિખામણ આપી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Help, Helpline, ગુજરાત, મહિલા, સુરત

    આગામી સમાચાર