જૂના ICF કોચને અપગ્રેડ કરી દોડાવાયેલી સુરત-મુઝફ્ફરપુર ટ્રેનની પહેલી ટ્રીપમાં જ ટોઇલેટમાંથી નળ, ફ્લશ, વાલ્વ સહિતની વસ્તુઓ ચોરાઇ ગઇ હતી. મુઝફ્ફરપુરથી પરત સુરત આવેલી ટ્રેનમાં રેલવેના અધિકારીઓએ તપાસ કરતા ટોઇલેટના ફ્લશ, વાલ્વ, કોક જેવી સામગ્રી ગાયબ હતી. ટોયલેટની સામગ્રી ચોરતા સ્થાનિક અધિકારીઓએ મુંબઇ ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ મોકલ્યો હતો.
પશ્વિમ રેલવે દ્વારા જૂના ICF કોચને સુરતમાં અપગ્રેડ કરાયા હતી. આ અપગ્રેડ કરાયેલા કોચને સુરત-મુઝફ્ફરપુર ટ્રેનમાં જોડીને શુક્રવારે મુઝફ્ફરપુર મોકલવામાં આવી હતી. અપગ્રેડ કરાયેલા કોચમાં બાયો ટઇલેટ, નળ, બોશબેશિંગ સહિતની સુવિધાઓમાં અંદાજે 60 લાખના ખર્ચે ફેરફાર કરાયો છે. એટલું જ નહીં ટ્રેનને તદ્દન અલગ જ પ્રકારનો કલર પણ કરવામાં આવ્યો છે. જોકે, અપગ્રેડ કોચ સાથે દોડાવાયેલી સુરત-મુઝફ્ફરુપર ટ્રેનની પહેલી ટ્રીપમાં જ નળ, ફ્લશ, વાલ્વ, સહિતની સામગ્રીની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
પહેલી જાન્યુઆરીના રોજ સુરત-મુઝફ્ફરપુર ટ્રેન સુરત આવી હતી. સુરત આવ્યા બાદ આ ટ્રેનનું ઇન્સ્પેક્શન કરતા તેમાંથી ડ્યુઅલ ફ્લશ વાલ્વ બે નંગ, એક નંગ કોક અને બે ડ્યુઅલ ફ્લસ વાલ્વની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર