સુરત: અમરોલીમાં (Amroli) રહેતી અને એક મહિના પહેલા જ લવ મેરેજ (Love marriage) કરીને ઘરે આવેલી યુવતીનું તેના માતાપિતા (parents) કારમાં અપહરણ (kidnapping) કરી ફરાર થઇ ગયા હતા. બંને વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ હોવાના કારણે બંનેએ એક મહિના પહેલા જ લગ્ન કરી લીધા હતા.યુવતી ઘરે હતી ત્યારે તેના માતા- પિતા અન્ય બે ઈસમો સાથે આવી તેણીને ટીંગાટોળી કરી બળજબરી પૂર્વક અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. જેથી આખરે બનાવની જાણ થતા યુવકે ઘરે પહોંચી અમરોલી પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસે (Amroli Police) યુવતીના માતા-પિતા સહિત ચાર સામે અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી છે.
અમરોલીમાં સૃષ્ટિ રો હાઉસ પાસે આવેલા સાંઈ લક્ઝુરિયામાં રહેતા પ્રીન્કેશ ૨મેશભાઈ રાસિયા ઓનલાઇન વ્યવસાય કરે છે. એક વર્ષ અગાઉ પ્રીન્કેશ ગામ ગયો હતો. ત્યારે તેના જ ગામમાં રહેતી હેમાંશી નામની યુવતી સાથે તેની આંખ મળી ગઈ હતી. જેથી બંને વચ્ચે મિત્રતા અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ એક મહિના પહેલા પ્રીન્કેશ અને હેમાંશીએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. બંને પ્રીન્કેશના ઘરે સાથે જ રહેતા હતા.
ગતરોજ હેમાંશી ઘરે હતી ત્યારે પ્રિનકેશની બહેન અને તેના ફઈ પણ ઘરે હતા. આ સમયે હેમાંશીની માતા દિપાલીબેન રાજેશભાઇ ભાતીયા અને પિતા રાજેશભાઇ કનુભાઇ ભાતીયા તથા અન્ય બે અજાણ્યા ઈસમો તેમના ઘરે આવ્યા હતા. હેમાંશી હજુ કઈ સમજે તે પહેલા જ ચારેયે ઘરમાં ઘુસી હેમાંશીની ટીંગાટોળી કરી બળજબરી પૂર્વક ઊંચકી નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.