Home /News /south-gujarat /

સુરત રેપ કેસઃ સોશિયલ મીડિયામાં ખોટા અહેવાલ વહેતા કરનાર ત્રણ લોકો સામે ફરિયાદ

સુરત રેપ કેસઃ સોશિયલ મીડિયામાં ખોટા અહેવાલ વહેતા કરનાર ત્રણ લોકો સામે ફરિયાદ

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં બાળકીને મળી આવેલા લાશની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરવા બદલ ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આ ત્રણ લોકોએ એબીવીપીના નેતાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સોશિયલ મીડિયા પર વહેતી કરવામાં આવેલી પોસ્ટમાં હરિશ ઠાકુરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બાળકીની ઓળખ માટે શહેરમાં લાગ્યાં 1200 પોસ્ટર્સ

પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી બાળકીની ઓળખ આઠ દિવસ બદ હજુ સુધી થઇ નથી. આ કેસમાં આોરોપી કે બાળકીનાં પરિવાર સુધી હજુ સુધી પોલીસ પહોંચી શકી નથી. તેથી જ હાલમાં સુરત દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલાં કમિશ્નર સતિશ શર્માએ કેસને ઉકેલવા માટે બાળકીનાં 1200 પોસ્ટર્સ આખા શહેરમાં લગાવવામાં આવ્યાં છે. જેથી બાળકી શહેરની છે કે પછી બહારની છે તે માલૂમ પડે.

આપને જણાવી દઇએ કે સુરત પોલીસે બાળકીની ઓળખ કરનારને 20,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ માહિતી આપવા માટે 9081991100 નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ બાળકી રાજ્યની નથી. 8-8 દિવસ સુધી નરાધમોએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને અવાવરી જગ્યાએ ગળું દાબીને મારી નાંખી હતી. આ ઘટનાનો ભોગ બનેલી બાળકીનાં શરીર પર ઇજાનાં 86 નિશાન મળી આવ્યા હતાં.

નોંધનીય છે કે છ એપ્રિલનાં રોજ પાંડેસરાનાં જીઆવ-બુડિયા રોડ પરની અવાવરી જગ્યાએથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ આખી ઘટના બાદ ન ફક્ત સુરતની પણ દેશની જનતામાં રોષ ભભુકી ઉઠ્યો છે.
First published:

Tags: Fake message, ક્રાઇમ બ્રાંન્ચ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन