Home /News /south-gujarat /

surat news: પાંડેસરામાં પેટ્રોલ પંપ પર માચીસ નાંખી સળગાવવાનો પ્રયાસ કરનાર બે ઝડપાયા, cctv viral

surat news: પાંડેસરામાં પેટ્રોલ પંપ પર માચીસ નાંખી સળગાવવાનો પ્રયાસ કરનાર બે ઝડપાયા, cctv viral

પકડાયેલા આરોપીઓની તસવીર

surat crime news: પેટ્રોલ પંપ પર (petrol pump) માથાકૂટ બાદ આ યુવકોએ પોતાની દાદાગીરી કરવી પેટ્રોલ પંપ સળગાવી (try to burn) નાખવાના પ્રયાસની વિગતો સામે આવતા પોલીસે (police) વધુ તપાસ હાથ ધરી છે.

સુરતઃ સુરતમાં (surat news) સામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આ અસામાજિક તત્વો પોતાના મોજશોખ અને પોતાની અસ્તિત્વ સ્થાપવા માટે જે પ્રકારની ચર્ચા કરી રહ્યા છે તેને લઈને લોકોના જીવ તાળવે કરતા હોય છે ત્યારે સુરતના પાંડેસરા (Pandesara news) વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ પંપ (petrol pump) સળગાવી નાખવાનો પ્રયાસ થયો હતો. તથા સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે (police) ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા

પોલીસ પૂછપરછમાં આ યુવકોએ મજાક-મજાકમાં પેટ્રોલ પંપ સળગાવવાની વાત કરી છે ત્યારે બીજી બાજુ પેટ્રોલ પંપ પર માથાકૂટ બાદ આ યુવકોએ પોતાની દાદાગીરી કરવી પેટ્રોલ પંપ સળગાવી નાખવાના પ્રયાસની વિગતો સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સુરત મહાત્માજી તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા કરેલા કૃત્ય ને લઈને લોકોના જીવ એક સમય માટે ધર મે છોડ્યા હતા સુરત અસામાજિક તત્વો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું તે જાણીને તમે પણ એક સમય માટે ચોંકી જશો સુરત-નવસારી રોડ પર ભેસ્તાન નજીક સ્વસ્તિક પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપના કર્મચારી અનિલ આહીર, મુસ્તાક અને સાજીદ નાઈટ ડ્યુટીમાં ફરજ પર હતા.

ત્યારે વ્હેલી સવારે 5 વાગ્યાના અરસામાં સાજીદ અને મુસ્તાક સુતેલા હતા અને અનિલ પંપના યુનિટ નં. 4 પર હાજર હતો ત્યારે બે યુવાનો બાઇકમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા આવ્યા હતા.અનિલ પેટ્રોલ પાઇપની નોઝલ બાઇકની ટાંકીમાં નાંખી હતી. પરંતુ બાઇક ચાલકે પેટ્રોલ નાંખવા પહેલા મને ટોર્ચ ચાલુ કરી ટાંકીમાં જોવા દે એમ કહ્યું હતું. જેથી અનિલે ચાલકને કહ્યું હતું કે જલ્દી બોલો નહીં તો મશીન બંધ થઇ જશે.

જેથી બાઇક પર પાછળ સવારે યુવાને ઉતરીને અનિલને તમાચો મારી દઇ ઝપાઝપી કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સળગતી દિવાસળી નાંખવા માટે ખિસ્સામાંથી માચીસ કાઢી હતી. અનિલે દિવાસળી નહીં નાંખવા માટે બે હાથ જોડી એવું નહીં કરશો, પેટ્રોલ પંપમાં આગ લાગી જશે તો અમે બધા મરી જઇશું એવું કહ્યું હતું તેમ છતા યુવાને સળગતી દિવાસળી નાંખી દીધી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું

આ સામાજિક તત્વો ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ભાગી છૂટયા પેટ્રોલ પંપ સંચાલક અને કર્મચારીઓ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ગણતરીના કલાકોમાં બે યુવકોને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેઓ દ્વારા મજાક-મજાકમાં પુસ્તક કર્યા હોવાની વિગતો પોલીસને આપી હતી.

આ પણ વાંચોઃ-Mahisagar: ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા ભાઈ સહિત ત્રણના મોત

ત્યારે બીજી બાજુ કર્મચારીઓ દ્વારા આ વ્યક્તિઓ દ્વારા દાદાગીરી કરી મારમારી અને ઝઘડો થયો તો તેને લઈને તેઓ અદાવતમાં આ કૃત્ય કર્યું હોવાનું જાણકારી પોલીસને આપવામાં આવી હતી જો કે દિવાળી સમયે પણ આ જ પ્રકારે બે યુવાનો દ્વારા પેટ્રોલ પંપ પર થયેલી માથાકૂટ બાદ ફટાકડો સરધાર પેટ્રોલ પંપ પર નાખી તેને સળગાવી નાંખવાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જોકે પોલીસે આ મામલે બંને આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:

Tags: CCTV Video, Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર