કેતન પટેલ, બારડોલી : પલસાણા (Palsana) તાલુકાનાં સાંકી (Sanki Village) ગામે આવેલ માં આનંદી રેસીડન્સીમાં (anandi Residency) રહેતી વૃદ્ધ મહિલાની અઢી માસ અગાઉ હત્યા કરી (Murder of Old Woman) લાશ સળગાવી દેવાની ઘટનામાં એલસીબી પોલીસે (Police) હત્યા કરનાર આરોપીને વરેલી (Vareli) હરીપુરા ત્રણ રસ્તા નજીકથી ઝડપી પડ્યો હતો. આ કેસમાં હત્યા કરનારા આરોપીએ પોલીસ સામે હત્યાનું કારણ ચોંકાવનારું આપ્યું છે. હત્યા કરી અને લાશ સળગાવવાનો ઈરાદો જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
બનાવની વિગતો એવી છે કે ગત તા-11-02-2022 ના રોજ સાંકી ગામે માં આનંદી રેસીડન્સીમાં રહેતી 61 વર્ષીય વૃદ્ધ મહિલા કમલાદેવી રામલાલ મૂલચંદ શર્માને કોઈ અજાણ્યો શખ્સ માથાના ભાગે હથિયાર વડે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી શરીરે ખાવાનું તેલ નાખી આગ લગાવી લાશને સળગાવવાની કોશિશ કરી ભાગી છૂટ્યો હતો.
એલસીબી તપાસ કરી રહી હતી
આ હત્યારાને શોધવા માટે એલસીબી પોલીસની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી અને અલગ અલગ સીસીટીવી કેમેરાની ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. તે દરમ્યાન એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વૃદ્ધ મહિલાની હત્યા કરનાર શખ્સ કડોદરા ખાતે વરેલીથી હરીપુરા જતાં ત્રણ રસ્તા નજીક ઊભો છે.
જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી બાતમી વર્ણન મુજબનો શખ્સ હજાર હોય તેને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કિરણ બાપુ પાટીલ નો હોવાનું જણાવ્યુ હતું અને તેણે જ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
કમલાદેવી રામલાલ મૂલચંદ શર્માની ફાઈલ તસવીર
ચોરી કરવા ઘુસ્યો હતો
આ અંગે સુરતના એસપી હિતેશ જોયસરે જણાવ્યુ કે વધુ પૂછપરછ દરમ્યાન તેણે જણાવ્યુ હતું કે તે ઔદ્યોગિક એકમોમાં છૂટક મજૂરી કામ કરતો હતો અને કામ નહીં મળતા તેની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તે ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને તે ચોરીની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં રહેતો હતો તે દરમ્યાન સાંકી ગામે આવેલ આનંદીમાં રેસીડન્સીમાં કમલાદેવીના મકાનમાં ચોરી કરવા ગયો હતો.
માથાના ભાગે ઈંટ મારી હત્યા કરી નાખી હતી
તે દરમ્યાન કમલાદેવી તેને જોઈ જતાં તેણે કમલાદેવીના માથાના ભાગે ઈંટ મારી હત્યા કરી નાંખ્યા બાદ રૂમમાં પડેલ તેલ જેવુ પદાર્થ મહિલાના શરીર ઉપર રેડી સળગાવી ભાગી છૂટ્યો હતો. અને તેણે અગાઉ પણ નાની મોટી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
એક મોબાઈલ પણ ઘટના સ્થળેથી ગાયબ થયો હતો
ઘટના સ્થળ અવાવરું હોવાથી પોલીસને ઘટના સ્થળે CCTV મળ્યા ન હતા જે બાદ પોલીસે ઘટના સ્થળેનું ટાવરડંપ લેતા તે ટાવરમાં હજારોની સંખ્યામાં મોબાઈલ નંબર મળી આવ્યા હતા પોલીસે મોબાઈલ નંબર ડેટાના આધારે તપાસ કરતા પોલીસને સફળતા મળી ન હતી મહિલા ની હત્યાં થઈ તે સમયે એક મોબાઈલ પણ ઘટના સ્થળે થી ગાયબ થયા હતા
પોલીસે આ મોબાઈલ સર્વેલન્સ પર રાખ્યો હતો બીજી તરફ આરોપી કિરણ પાટીલે આ મોબાઈલ ચલથાણ ગામે એક મોબાઈલ ની દુકાન માં રીપેરીંગમાં આપ્યા હતો પરંતુ ઘણા લાંબા સમય સુધી આ મોબાઈલ પરત લેવા માટે નહીં આવતા દુકાનદારે આ મોબાઈલ વેચી દીધો હતો જે ખરીદનારે એક્ટિવ કરતાં પોલીસ પણ સક્રિય થઈ હતી અને મોબાઈલ ઉપયોગ કરનાર ને ઊચકી લાવી હતી જેને આધારે પોલીસ દુકાનદાર સુધી પોહચી હતી ત્યાર બાદ પોલીસ કિરણ પાટીલ સુધી પોહચી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર