Home /News /south-gujarat /સવજી ધોળકિયાને તેમના પરિવારે ભેટમાં આપ્યું હેલિકોપ્ટર: હવે લોકો ઇમરજન્સીમાં કરી શકશે તેનો ઉપયોગ

સવજી ધોળકિયાને તેમના પરિવારે ભેટમાં આપ્યું હેલિકોપ્ટર: હવે લોકો ઇમરજન્સીમાં કરી શકશે તેનો ઉપયોગ

સેવા માટે જાણીતા સવજીભાઈ ધોળકીયા

Surat news: ડાયમંડ કિંગે ગિફ્ટમાં મળેલા હેલિકોપ્ટરને ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરતની જનતા માટે સેવાકાર્ય માટે ખુલ્લું મૂક્યું છે.

સુરત: સામાજિક સેવા કાર્યોમાં સિદ્ધિ બદલ સરકાર દ્વારા પદ્મશ્રી (Padma Shri Savjibhai Dholakia) એવોર્ડ પ્રાપ્ત કરનાર સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ (diamond king Savjibhai Dholakia) ધોળકિયાને તેમના પરિવારે સરપ્રાઇઝ આપી હતી. પરિવારે 50 કરોડનું હેલિકોપ્ટર (helicopter in emergency service) તેમને ભેટમાં આપ્યુ હતુ.  જોકે, ડાયમંડ કિંગે ગિફ્ટમાં મળેલા હેલિકોપ્ટરને ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરતની જનતા માટે સેવાકાર્ય માટે ખુલ્લું મૂક્યું છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ ઇમરજન્સી સેવા તરીકે પણ લોકોને કરવું હોય તો તેની તૈયારી સવજીભાઈએ બતાવી છે. એટલે કે, સેવાકાર્યમાં વધુ એક સેવા તેમને જોડી સુરતના લોકો માટે વધુ એક સારી સુવિધાની શરૂઆત કરી સુરતને (Surat news) મોટી ગિફ્ટ આપી છે.

મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા સવજીભાઈ ધોળકીયા ડાયમંડ કિંગ તરીકેનું નામ ભૂતકાળમાં મેળવી ચૂક્યા છે. પોતાને ત્યાં કામ કરતા કારીગરોને ગ્રુપમાં ગાડી, મકાન આપવાને કારણે દાનવીર તરીકેનો ખિતાબ મેળવી ચૂકેલા સવજીભાઈએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે પ્રકારની સેવા કરી છે જેને લઈને તાજેતરમાં સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

ડાયમંડ કિંગ સવજીભાઈને સરકારે સન્માનિત કરતા તેમના પરિવારે 1લી ફેબ્રુઆરીના દિવસે મુંબઇ ખાતે તેમના લઘુબંધુ ઘનશ્યામભાઈ, તુલસીભાઈ અને મોટાભાઈ હિંમતભાઈ તેમજ પરિવારના 8 દીકરાઓએ સાથે મળીને સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. તે પાર્ટીમાં સવજીભાઈને હેલિકોપ્ટર ગિફ્ટ કરવાનું નક્કી કર્યું હતું. સવજીભાઈ માટે સૌથી કિંમતી વસ્તુ સમય છે તેઓનો સમય બચે જ્યાં જવું હોય ત્યાં સમયસર પહોંચી શકે અને સમયસર તેમના કામ થઈ શકે. વધારામાં વધારે સામાજિક સેવામાં તેમનો સમય વાપરી શકાય તે હેતુને ધ્યાનમાં રાખીને પરિવારે હેલિકોપ્ટર ગિફ્ટ કરવા માટેનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો - ગુજરાતમાં દારૂબંધી? આ ગામના તલાટી પંચાયતની ઓફિસમાં જ માણી રહ્યા છે દારૂની મહેફિલ, જુઓ Video

પરિવારે આપેલી ગિફ્ટને લઈને સેવા કરતા સવજીભાઈ ખુબ જ ખુશ થઇ ગયા હતા. આ સાથે તેમણે વધુ એક વિચાર આવ્યો કે, સુરત સૌથી મોટું શહેર છે. વિશ્વમાં તેનું નામ છે શહેરમાં એક પણ ખાનગી હેલિકોપ્ટર નથી સુરતના લોકોને ઈમરજન્સી હોય ત્યારે પોતાના હેલિકોપ્ટર ગુજરાતની અને તેમાં પણ સુરતના લોકોને ઈમરજન્સી સેવા હોય તે જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય અથવા તો કોઈપણ વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય ત્યારે તેમના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા માટે પોતાની એનજીઓની મદદથી આ હેલિકોપ્ટર લોકોની સેવામાં સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો - ગુજરાતના પ્રથમ સોલર બ્રિજ પ્રોજેક્ટે 9 મહિનામાં 50 લાખની વીજળી કરી ઉતપન્ન, થયો સીધો ફાયદો

સેવા માટે જાણીતા સવજીભાઈ ધોળકીયાએ સેવા માટે જ સરકાર દ્વારા એવોર્ડ મળ્યો છે ત્યારે પરિવારે આપેલી ગિફ્ટ ફરી એક વખત સેવામાં મૂકી અને પોતે સૌથી મોટા સેવાભાવી વ્યક્તિ તરીકેની જે નામના અને છાપ ધરાવે છે તે ફરી વાર સાબિત કરી બતાવ્યું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Inspirational, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन