ભગવાનને પ્રાર્થના કરૂ છું, મને ફરી જન્મ આપે તો સુરતમાં જ આપજે : પદ્મક્ષી યઝદી કરંજિયા


Updated: January 26, 2020, 9:15 PM IST
ભગવાનને પ્રાર્થના કરૂ છું, મને ફરી જન્મ આપે તો સુરતમાં જ આપજે : પદ્મક્ષી યઝદી કરંજિયા
યઝદી કરંજિયા

હાસ્ય નાટકોના બેતાજ બાદશાહ એવા સુરત યઝદી કરંજિયાને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કર્યા છે

  • Share this:
હાસ્ય નાટકોના બેતાજ બાદશાહ એવા સુરત યઝદી કરંજિયાને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કર્યા છે. દેશનું આ ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. યઝદીભાઈએ પારસી નાટકો દ્વારા કરેલી સમાજ સેવા તેના કેન્દ્રમાં છે. તેમણે ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા સાંઠ થી વધુ વર્ષોથી હાસ્ય નાટકો કર્યા છે, જેની રજૂઆત સુરત, ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઇ છે. તેમનું આખું પારસી પરિવાર નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયું છે, યઝદીભાઇની ઉમર ખુબજ વધારે છેપરંતુ આજે પણ તેમની મીઠી હસી અને ભાવુક સ્વભાવ તેમના વર્તનમાં દેખાઇ આવે છે. જયારે તેમને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ સતબ્ધ થઇ ગયા હતા અને સિધા ઘર તરફ પરિવારને આ ખુશીના સમાચાર આપવા પહોચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે હુંતો સતબ્ધ હતો આ સમાચાર શાંભળીને અને આભાર માનું છું સુરતને અને ભગવાનને પ્રાથના કરુ છુકે મને ફરિ જન્મ આપે તો સુરત માજ આપજે.

યઝદિ કરંજિયાને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતાની સાથેજ સમગ્ર પરિવાર તેમજ પારસી સમાજની સાથે નાટય જીવોમાં પણ એક અનેરો ઉત્સાહ છવાઇ ગયો હતો. યઝદીનાનાટ્ય ગૃરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા સાથે તેમણે ‘તાપીતટે તાપીદાસ’ નામની ૩૦૦ થી વધુ હપ્તાવાળી હાસ્ય શ્રેણી આકાશવાણી પર રજુ કરી હતી. તેનું તેમણે પુસ્તક પણ બનાવ્યું છે.

તેમના પત્ની વીરા કરંજિયા, નાના ભાઈ મહેરનોઝ કરંજિયા, ભાભી પેરીન કરંજિયા, દીકરી મહારુખ ચીચગર, દીકરો શહેનાઝ કરંજિયા તથા ભાઈ રોહિન્ટન કરંજિયા અને ખાસ મિત્ર જાલ લંગડાના સહિતનું તેમનું ‘યઝદી કરંજિયા ગ્રુપ’ સુરતમાં જ નહીં, દેશના તમામ મોટા કેન્દ્રો અને વિદેશોમાં પણ આજીવન નાટ્યપ્રયોગો કરીને લોકોનું મનોરજન કરતાં રહ્યાં છે. ગુજરાત રાજ્યની સંગીત નાટ્ય અકાદમી, પ્રમાણપત્ર બોર્ડ જેવી સરકારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે યઝદીભાઈ વર્ષોથી સંકળાયા છે. તેમના ‘બિચારો બરજોર’, ‘દીનશાજીના ડબ્બા ગુલ’ કે ‘કુતરાની પૂંછડી વાંકી’ જેવાં હાસ્ય નાટકોથી તેઓ વર્ષોવર્ષ પ્રેક્ષકોને હસાવતાં રહ્યાં છે. કેમ્બે ઇન્સ્ટીટયુટ ઓફ કોમર્સ દ્વારા તેઓ વર્ષોથી કોચિંગ પ્રવૃત્તિ સાથે વ્યવસાયિક રીતે સંકળાયા છે.

યઝદી કરંજિયા


યઝદી કરંજિયાએ જયારે પરિવારને આ સમાચાર આપ્યા ત્યારે તેમની પત્ની તેમને ભેટી પડી હતી અને ઉપરવાળાનો અભાર માન્યો હતો. જયારે તેમની દિકરી પણ તે સમયે ઘરેજ હતી જેપણ પીતાની સાથે હાથમાં હાથ નાખી જુમી ઉઠી હતી. ઘરના તમામ સભ્યો ભાવુક થઇ ગયા હતા અને જુમી ઉઠયા હતા.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर