સુરત : પાટીદાર યુવાનો સામેનો કેસો પરત ખેંચવા પાસ સમિતિનું સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ

સુરત : પાટીદાર યુવાનો સામેનો કેસો પરત ખેંચવા પાસ સમિતિનું સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ
પાસ સમિતિએ આવેદન આપ્યું.

પાટીદાર યુવાનો પર કેસો પરત ખેંચવાની માંગ નહીં સ્વીકારાય તો સમગ્ર રાજ્યમાં રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે : અલ્પેશ કથીરિયા

  • Share this:
સુરત : પાટીદાર અનામત આંદોલનમાં અલગ અલગ કાર્યક્રમોને લઇને યુવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસો સરકાર દ્વારા પરત લેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કેસો પરત ન ખેંચવામાં આવતા સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન આપ્યાને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સાથે જ જો માંગ પૂરી ન થાય તો પાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતમાં અનામતની માંગ સાથે પાટીદારોનું આંદોલન શરુ થયું હતું અને આ આંદોલન ઉગ્ર પણ બન્યું હતું. આ આંદોલનમાં પાટીદાર યુવાનો પર અનેક પોલીસ કેસો કરવામાં આવ્યા હતા પરંતુ સરકાર દ્વારા આ કેસો પરત ખેંચવાની બાંહેધરી આપી હતી. જોકે, આજ દિવસ સુધી કેસો પરત ખેંચવામાં ન આવતા ગુજરાતમાં પાસ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.સુરતમાં પણ પાસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં અલ્પેશ કથીરિયા, ધામિક માલવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે સરકારને 15 દિવસનો સમય આપીએ છીએ. જો 15 દિવસમાં અમારી માંગ પૂરી નહીં થાય તો પાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે.

અલ્પેશે એમ પણ કહ્યું હતું કે, "મને અનેક વખત વાયદા આપવામાં આવ્યા. છતાં માત્ર જૂજ કેસો જ પાછા ખેંચાયા છે. આથી અમારે ફરી રજુઆતનો સહારો લેવો પડ્યો છે. આ યોગ્ય નથી."
Published by:Vinod Zankhaliya
First published:March 02, 2020, 18:17 pm

ટૉપ ન્યૂઝ