Home /News /south-gujarat /

અલ્પેશે પોલીસ અધિકારીએ કહ્યું, 'મને અડીશ નહીં, કપડાં બગડે છે, હું તને કાયદો શીખવાડીશ'

અલ્પેશે પોલીસ અધિકારીએ કહ્યું, 'મને અડીશ નહીં, કપડાં બગડે છે, હું તને કાયદો શીખવાડીશ'

અલ્પેશ કથિરીયા

પોલીસ અધિકારી સાથે વાતચીત દરમિયાન અલ્પેશ કથિરીયા ખૂબ ઉગ્ર ભાષામાં વાતચીત કરી રહ્યો હતો, તેમજ અધિકારીને તુકારે પણ બોલાવી રહ્યો હતો.

    ન્યૂઝ18 ગુજરાતીઃ તાજેતરમાં જ રાજદ્રોહના કેસમાં જામીન પર મુક્ત થયેલા પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની વરાછા પોલીસે પીઆઈ અને પીએસઆઈ સાથે અભદ્ર વર્તન અને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરી છે. ટ્રાફિકના પીઆઈ સાથે બબાલ બાદ અલ્પેશને વરાછા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અહીં અલ્પેશે એક પીએસઆઈને ધમકી આપી હતી. અલ્પેશને પોલીસ સ્ટેશન લવાયો ત્યારે અધિકારીઓ અને તેના વચ્ચે અનેક મુદ્દે ચકમક ઝરી હતી.

    હાથ ન પકડો કપડાં ખરાબ થાય છેઃ અલ્પેશ

    અલ્પેશને જ્યારે એક પોલીસ અધિકારી બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે તેણે અધિકારીને તેનો હાથ ન પકડવા કહ્યું હતું. અલ્પેશન વિરોધ બાદ અધિકારીએ કહ્યું હતું કે હાથ પકડી રહ્યો છું તમને નહીં વાગે. આના પર અલ્પેશે કહ્યું હતું કે, મારા કપડાં ખરાબ થઈ જાય છે. પોલીસ અધિકારી સાથે વાતચીત દરમિયાન અલ્પેશ કથિરીયા ખૂબ ઉગ્ર ભાષામાં વાતચીત કરી રહ્યો હતો, તેમજ અધિકારીને તુકારે પણ બોલાવી રહ્યો હતો.

    આ પણ વાંચોઃ 'જો કોઈ પોલીસ અધિકારી એક ગાળ આપશે તો હું 10 આપીશ, મેં ગાળોમાં પીએચડી કર્યું છે'

    અધિકારી : નીચે ચાલો.
    અલ્પેશ : આવું છું. કપડાં ખરાબ થઈ જાય છે. (પોલીસે પકડેલો હાથ નીચે કરતા કહે છે)
    અધિકારી : નહીં વાગે નીચે ચાલો.
    અલ્પેશ : કપડાં બગળે છે. (અલ્પેશ સાથે રહેલા વ્યક્તિ સામે જોઈને કહે છે)
    અધિકારી : કપડાં તો બગડવાનાં જ ને.
    અલ્પેશઃ ના ના. ન બગડે. તમારી ઈસ્ત્રી ટાઇટ હોય.
    અધિકારી : હમણાં કપડાં બગાડીને બતાવું.
    અલ્પેશઃ ઓકે. શું બતાવવાનું છે. બોલ બોલ ભાઈ. ઉભા રહો. (આવું બોલતા અલ્પેશ અધિકારી પાછળ દોડે છે અને તેની પાછળ ઓફિસમાં ઘૂસી જાય છે. અંદર હાજર અધિકારીને રજુઆત કરે છે કે મારા કપડાં બગાડવા છે. હાજર મીડિયાને સંબોધીને અલ્પેશ કહે છે કે આ અધિકારીએ કહ્યું કે તેણે મારા કપડાં બગાડવાં છે.)
    અલ્પેશઃ (અધિકારી સામે આંગળી ચીંધીને કહે છે) અરે ઓયે, કપડાં બગાડવા છે મારા? (મીડિયાને કહે છે તમે અહીં જ રહો)
    (આ દરમિયાન અધિકારી કચેરીમાંથી બહાર આવે છે અને અલ્પેશને નીચે ચાલવા કહે છે.)
    અલ્પેશઃ મને હાથ ન લગાડ. અડો નહીં હું નીચે આવું છું. તમને હું કાયદો શીખવાડું.
    અધિકારી : ઈ તો તમને હું શીખવાડીશ.

    આશીર્વાદ હોટલમાં પોલીસ અધિકારીઓ સેક્સ માણે છેઃ અલ્પેશનો આક્ષેપ

    અલ્પેશે સુરતના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યો હતો કે, "મારી ઓફિસની બાજુમાં આવેલી આશીર્વાદ હોટલમાં સુરતની તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ મહિલાઓ સાથે સેક્સ કરે છે. આશીર્વાદ હોટલની આસપાસના વેપારીઓના નિવેદન લેવામાં આવે. જો આ વાત સાચી સાબિત ન થાય તો હું ગોળી ખાવા માટે તૈયાર છું."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Alpesh Kathiriya, Arrest, Paas, પોલીસ`, સુરત, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन