સુરત : વેપારીએ બોગસ પેઢી બનાવી 113 કરોડની ક્રેડિટ ઉસેટી, CGSTના રડારમાં આવતા ધરપકડ

સુરત : વેપારીએ બોગસ પેઢી બનાવી 113 કરોડની ક્રેડિટ ઉસેટી, CGSTના રડારમાં આવતા ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

દિવાળીનું ચોપડા પૂજન થાય તે પહેલાં જ વેપારીની ગેરરિતી બદલ ધરપકડ કરવામાં આવી, મામલો જાણીને ચોંકી જશો

  • Share this:
સુરત : સુરતમાં (SURAT) CGST એક્ટનો ભંગ કરી (CGST ACT) અને સરકારને ચૂનો ચોપડવાના આરોપમાં એક મોટો વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ વેપારીએ જુદી જુદી બોગસ પેઢીઓના નામે 5 જેટલી શેલ પેઢીઓ ઊભી કરી હતી અને તેના માધ્યમથી કરોડો રૂપિયાની ક્રેડિટ ઉસેટી લીધી હતી. જોકે, CGSTના રડારમાં આ ગેરરિતી સામે આવતા વેપારીની ધરપકડ કરવામાં આવી છે.  બનાવની વિગત એવી છે કે સુરતમાં 5 જેટલી બોગસ પેઢીઓ કાગળ પર ઉભી કરીને કુલ અંદાજે 113 કરોડની જુદી જુદી પેઢીઓને આઈટીસી પાસઓન કરી સીજીએસટી એક્ટનો ભંગ કરનાર મે.એ.કે.ટ્રેડર્સના (MK Traders) સંચાલકને સીજીએસટી સુપ્રિન્ટેન્ડન્ટે ધરપકડ કરી આજે સુરત સીજીએમ કોર્ટમાં રજુ કર્યો હતો. વેપારી દિવાળીનું ચોપડા પૂજન કરે તે પહેલાં જ તે ટેક્સ ચોરીના આ લફડામાં ફસાતા સાણસામાં આવી ગયો હતો.

સરકારપક્ષે બોગસ બીલીંગ કૌભાંડના આધારે કરોડો રૃપિયાની આઈટીસી ઉસેટવાના કેસમાં સંડોવાયેલા શકદારને 14 દિવસના જ્યૂડીશ્યલ રિમાન્ડ માંગતા કોર્ટે શકદારને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.આ પણ વાંચો : રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

સુરત સીજીએસટી સેન્ટ્રલ એક્સાઈઝ કમિશ્નરેટના ફરિયાદી સુપ્રિન્ટેન્ડન્ટ મનિષ ભાર્ગવે બાતમીના આધારે ગઈકાલે લોખંડ તથા સ્ટીલના ભંગારના વેપાર સાથે સંકળાયેલી મે.એ.કે.ટ્રેડર્સના સંચાલક અન્સારી અર્શદ મહમદ નિઝામ (રે.મરીયમ મંઝિલ, રામપુરા)ની વરાછા ખાંડ બજાર સ્થિત ચાંદીવાલા કમ્પાઉન્ડની પ્રિમાઈસીસમાં તપાસ હાથ ધરી હતી.

જે દરમિયાન કબજે કરવામાં આવેલા હિસાબી દસ્તાવેજોના વેરીફિકેશન હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન મે.નાઝ ટ્રેડર્સ, મે.રામ ટ્રેડર્સ તથા મે.વિશાલ ટ્રેડર્સ વગેરે પેઢીઓ માત્ર કાગળ પર ઉભી કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતુ.

જેથી સીજીએસટી વિભાગ મે.એ.કે.ટ્રેડર્સના સંચાલક ભાગીદાર અન્સારી અર્શદ મહમદ નિઝામને સમન્સ મોકલી નિવેદન લીધું હતુ.જેણે માલની સપ્લાય વિના જ ખોટી રીતે ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ ઉસેટવાના હેતુથી પાંચ બોગસ પેઢીઓ ઉભી કરી હોવાની કબુલાત કરી હતી.શકદાર અર્શદ મહમદ અન્સારીએ કુલ રૃ.61.47 કરોડના બોગસ બીલીંગના વ્યવહારોના આધારે રૃ 9.90 કરોડની આઈટીસી ખોટી રીતે મેળવી હોવાનું કબુલ્યું હતુ.

આ પણ વાંચો :  સુરત: વરાછાના હીરા દલાલે ઓફિસમાં કર્યો આપઘાત, ધનતેરસના દિવસે થયું મોત

શકદારે અન્ય લોકો સાથે મળીને આ પ્રકારે એકથી વધુ બોગસ પેઢીઓના નામે બોગસ ઈન્વોઈસ ઈસ્યુ કરીને અંદાજે 113 કરોડની ક્રેડીટ વિભાગમાંથી ઉસેટી હોવાનું બહાર આવ્યું છે.જેથી બોગસ પેઢીઓના નામે બોગસ બીલો ઈસ્યું કરીને કરોડો રૃપિયાની ક્રેડીટ ઉસેટવાના કેસમાં સીજીએસટી સુપ્રિન્ટેન્ડન્ટે મે.એ.કે.ટ્રેડર્સના સંચાલક અર્શદ મહમદ અન્સારીની ગઈકાલે ધરપકડ કરી હતી. આજે શકદાર સંચાલકને ચીફ કોર્ટમાં રજુ કરી સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરી હતી.જેથી કોર્ટે ગંભીર પ્રકારના આર્થિક ગુનાની તપાસ દરમિયાન શકદાર પુરાવા સાથે ચેડા ન કરે તે માટે જેલ કસ્ટડીમાં મોકલવા નિર્દેશ આપ્યો હતો.
Published by:Jay Mishra
First published:November 14, 2020, 16:22 pm