દસ હજારથી વધુ ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલ પર અરજી કરી; તમે કરી ?

જો હજુ સુધી તમે અરજી નથી કરી તો, કરી લો. તારીખ લંબાવી છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 4:56 PM IST
દસ હજારથી વધુ ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલ પર અરજી કરી; તમે કરી ?
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 4:56 PM IST
સુરત: સમગ્ર રાજ્યના ખાતેદાર ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં જુદા જુદા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ૩૧ મે, ૨૦૧૯ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે હાલ સુધીમાં સુરત જિલ્લાના ૧૦,૭૩૫ ખેડૂતોએ ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી છે. જેમાં ટ્રેકટર, પાવર ટીલર, ટ્રેકટર સંચાલિત સાધનો, પંપસેટ, તાડપત્રી જેવા સાધનોનો ખરીદીમાં સહાય કરવામાં આવે છે.

ગ્રામ પંચાયત ખાતે તથા ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે. ખેડૂતમિત્રોએ અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુકની વિગત વગેરે સાથે રાખવી જરૂરી છે.

ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ (i-khedut portal) પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રીન્ટ આઉટ મેળવી, સહી/અંગૂઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી(ખેતી)ને પહોંચાડવાની રહેશે.

આઈ–ખેડૂત (i-khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૧/૦૫/૨૦૧૯ નક્કી કરવામાં આવી છે. જેથી બાકી રહેલા ખેડૂતમિત્રોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...