સુરતમાં coronaનો પ્રકોપ યથાવત્! વધુ 278 લોકો થયા સંક્રમિત, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ?

સુરતમાં coronaનો પ્રકોપ યથાવત્! વધુ 278 લોકો થયા સંક્રમિત, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ?
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોરોના પોઝિટિવના નવા 278 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 223  કેસ નોધાયા છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 278 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં (surat corona update) 223 જયારે ગ્રામીણ વિસ્તારમાં 55 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા  43389 પર પહોંચી છે, જયારે આજે  3 લોકોના કોરોનાથી (covid-19) મોત સાથે મરણ આંક 1059 પર પહોંચ્યો છે, તેવામાં આજે 216 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 278 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 223  કેસ નોધાયા છે.આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 31946  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 55  કેસ સાથે દર્દી સંખ્યા 11443 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 43389 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1059 થયો છે.

આ પણ વાંચોઃ-ગજબની ચોરી! BJP મહિલા નેતાની ઈનોવા કારને ઈંટો ઉપર ઊભી કરી પૈડાં ચોરી ગયા ચોર

જેમાંથી  281 મૃત્યુ જિલ્લાના છે અને 778 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 178 જ્યારે જિલ્લામાં આજે 38  દર્દીને રજા આપતા, કુલ 216 દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 40437 જેમાં શહેર વિસ્તરમાં  29833 જયારે ગ્રામીય વિસ્તારના 10604 દર્દી છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટંકારા: નવ વર્ષની બાળકી ઉપર ઓવરબ્રિજની બાઉન્ડ્રીવોલ પડતા કમકમમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ

ક્યા વિસ્તારમાં કેટલા કેસ? આજે સેન્ટ્રલ ઝોન 22 , વરાછા એ ઝોનમાં 20 વરાછા બી 2  22  રાંદેર ઝોન 40  કતારગામ ઝોનમાં 39 લીબાયત ઝોનમાં 20, ઉધના ઝોનમાં 21 અને અથવા ઝોનમાં 41 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ-એક જ વર્ષમાં 23 બાળકોનો 'બાપ' બન્યો આ યુવક, મહિલાઓ કેમ કરે છે પસંદ? આ રહ્યું કારણ

ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોના ગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જોકે જિલ્લામાં ચોર્યાસી 18 ઓલપાડ 2 કામરેજ 12 પલસાણા 4 બારડોલી13 મહુવા 2 માંડવી 2 અને માંગરોળ 2  અને ઉમરપાડા 0 કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે.પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાયરસ આવ્યા બાદ, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:ankit patel
First published:November 29, 2020, 22:08 pm