Home /News /south-gujarat /

...નહીંતર જોડાના હાર પહેરાવી સ્વાગત કરીશું: સુરતમાં લાગ્યા પોસ્ટર

...નહીંતર જોડાના હાર પહેરાવી સ્વાગત કરીશું: સુરતમાં લાગ્યા પોસ્ટર

સુરતમાં લાગેલું પોસ્ટર

પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સોસાયટીમાં મત માંગવા આવવું નહીં અને આવશો તો તમારું સ્વાગત બુટ-ચંપલના હાર તોરાથી કરીશુંનું લખાણવાળું પોસ્ટર લગાવ્યા છે.

    કિર્તેષ પટેલ, સુરતઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ દરેક પક્ષો સત્તામાં આવવા માટે મહેનત કરવા લાગ્યા છે. સાથે સાથે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આવી સ્થિતિમાં પોતાના માનીતા ઉમેદવારો યાદીમાં ન આવતા જે તે સમાજના લોકોમાં નારાજગી છે. સાથે સાથે નારાજ લોકો અત્યારે સાંસદ અને ધારાસભ્યોની કામગીરી સામે પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે. લોકો પોસ્ટરો લગાવીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સુરતના મોટા વરાછામાં સાંસદ - ધારાસભ્યોની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવતા પોસ્ટરો લાગ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે મોટા વરાછાના ખોડિયાર નગરમાં પોસ્ટર લગાવ્યા છે. જેમાં વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઇને પોસ્ટર લગાવ્યા છે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સોસાયટીમાં મત માંગવા આવવું નહીં અને આવશો તો તમારું સ્વાગત બુટ-ચંપલના હાર તોરાથી કરીશુંનું લખાણવાળું પોસ્ટર લગાવ્યા છે.

    આ પણ વાંચોઃ-ઉનાળાની અસરઃ ફરજ બજાવતી ટ્રાફિક બ્રિગેડની મહિલા કર્મી બેભાન થઇ પટકાઇ

    પોસ્ટરમાં લખાયું છે કે, જગ જાહેર ચેતવણી

    -હું મોટા વરાછા વોર્ડનં-2ની જનતાને પૂછવા માંગુ છું કે શું આપણા સાંસસદે આપણને મીટર વગરનું પાણી આપ્યું ?
    - જે વેરાબીલમાં તોતીંગ વધારો કર્યો ત્યારે સાંસદ અને ધારાસભ્ય તમને પૂછવા આવ્યા હતા. ?
    - સુરતના 29 વોર્ડમાંથી આપણા વોર્ડ નં-2માં આ એક જ વોર્ડમાં કેમ પાણી મીટર દ્વારા આપવામાં આવે છે?
    - આ એક વોર્ડમાં મીટરથી પાણી આપવું અને બાકીના 28 વોર્ડને વગર મીટરના વાર્ષીક બીલ આધારીત પાણી આપવું તે ભાજપનું બંધારણ છે કે દેશનું બંધારણ છે?

    નોંધઃ આ અમારા પ્રશ્નોનું નિરાકણ વગર કોઇપણ પક્ષના નેતાઓએ સોસાયટીમાં દાખલ થવું નહીં, નહીંતર ચંપલ-જોડાના હાર પહેરાવીને સ્વાગત કરીશું.
    Published by:ankit patel
    First published:

    Tags: Welcome, દક્ષિણ ગુજરાત, ભાજપ, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन