Home /News /south-gujarat /

Organ Donation : 22 વર્ષના યશે દુનિયામાંથી વિદાય લેતા લેતા 3 વ્યક્તિને આપ્યું નવજીવન

Organ Donation : 22 વર્ષના યશે દુનિયામાંથી વિદાય લેતા લેતા 3 વ્યક્તિને આપ્યું નવજીવન

Surat _Organ _Donation : સુરતમાં યશ વર્માની કિડની અને લિવરને કાઢી અને અમદાવાદ દાનમાં આપવામાં આવ્યા

Surat Organ donation : સુરતમાં થયેલા અંગદાન થકી મળેલી કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલથી અમદાવાદની IKDRC સુધીના 362 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો

સુરત : સુરતમાં વધુ એક અંગદાનની (Surat Organ Donaion)  ઘટના સામે આવી છે. બોરડીનો યુવક મોટર સાયકલ પરથી પડી જતા  તે બ્રેઈન ડેડ જાહેર થયો હતો જેના અંતે તેના પરિવારે ડોનેટ લાઈફના (Donate Life) માધ્યમથી અંગદાનકર્યુ હતું. યશની કિડની (Kidney and Liver Donation from Surat)  અને લિવરનું દાન કરતા રાજ્યનાં જ ત્રણ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. બોરડીમાં જીનલ ટાયરના નામથી વિવિધ કંપનીઓના ટાયરની ડીલરશીપ ધરાવતો યુવક યશ વર્મા એપ્રીલના રોજ રાત્રે 8.30 કલાકે પોતાની દુકાને થી પોતાના ઘરે મોટરસાઈકલ પર આવી રહ્યો હતો ત્યારે ગોવાડા કોસ્ટલ હાઇવે ખાડીના પુલ ઉપર ગુજરાત તરફના છેડે મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી.

તેથી તેને ઉમરગામમાં પબ્લિક હેલ્થ સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાત્રે કલાકે વાપીમાં આવેલ હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલમાં લઈ આવવામાં આવ્યો હતો. ન્યુરોસર્જન ડૉ.વાસુદેવ ચંદવાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

શુક્રવાર, તા.22 એપ્રીલના રોજ વાપી હરિયા એલ.જી.રોટરી હોસ્પિટલના ડોક્ટરોએ યશને બ્રેનડેડ જાહેર કરતા હોસ્પીટલના કોર્ડિનેટર આનંદ શીરસાર્થે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી યશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યશની પત્ની માનસી, પિતા ઝવેરીલાલ, ભાઈ દુર્ગેશ, સાળા કરણ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

દીકરા અને દીકરીને મૂકી પિતા અનંતની વાટે

યશની પત્ની માનસીએ જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો અંગદાન માટે આપ આગળ વધો. યશના પરિવારમાં તેની પત્ની માનસી 21 વર્ષની, 4 વર્ષની પુત્રી જીનલ, 2 વર્ષનો પુત્ર તનિષ્ક, પિતા ઝવેરલાલ 64 વર્ષના છે. યશની માતાનું છ મહિના પહેલા અવસાન થયું હતું.

અમદાવાદની IKDRCને કિડની લિવર દાન કરાયા

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવ્યા. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.કલ્યાણ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું.

આ પણ વાંચો : Organ Donation : સુરતમાં કરૂણ ઘટના, પિતાનું અંગદાન થયા બાદ દીકરીએ B.Comની પરીક્ષા આપી, પછી કર્યા અંતિમ સંસ્કાર

દાનમાં મળેલી કિડની અને લિવરનું અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ થયું

દાનમાં મેળવવામાં આવેલા બંને કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ જેતપુરના રહેવાસી 31 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 43 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં કરવામાં આવ્યું છે.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં યશની પત્ની માનસી, પિતા ઝવેરીલાલ, ભાઈ દુર્ગેશ, સાળા કરણ તેમજ પરિવારના અન્ય સભ્યો, હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલના ચેરમેન કલ્યાણ બેનરજી, મેડીકલ ડાયરેક્ટર ડૉ.એસ. એસ. સીંગ, ન્યુરોસર્જન ડૉ.વાસુદેવ ચંદવાણી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સુકેત ગાંધી, ફીજીશ્યન ડૉ.ભાવેશ પટેલ

એડમિનીસ્ટેટીવ ઓફિસર સોમેશ દયાલ, કોઓર્ડીનેટર આનંદ શીરસાર્થ, હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલના ટ્રસ્ટીઓ અને સ્ટાફ, ડોનેટ લાઈફ વાપી અને વલસાડની ટીમના જયંતીભાઈ દામા( ઓધો હેલ્થ કેર), હિમાંશુભાઈ વ્યાસ, પંકજભાઈ કિનારીવાલા (ઉમિયા સોશીયલ ટ્રસ્ટ), દિલીપભાઈ વીરા, યશ ખેરાજ ભાનુસાળી, નિરાલી દામા, રેખા દામા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

આ પણ વાંચો : Organ Donation : ઈડરનો આશિષ દુનિયામાંથી વિદાય લેતા લેતા ત્રણ વ્યક્તિને નવી જિંંદગી આપી ગયો

1009 અંગોના દાનથી 922 વ્યક્તિઓને નવી જિંદગી મળી

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1009 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 424 કિડની, 181 લિવર, 08 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 326 ચક્ષુઓના દાનથી કુલ 922 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે
Published by:Jay Mishra
First published:

Tags: Organ donation, અંગદાન, સુરત, સુરતના સમાચાર

આગામી સમાચાર