Home /News /south-gujarat /

સુરત: સમરસ હોસ્ટેલમાં ભોજનને લઈ વિદ્યાર્થીઓનો હોબાળો

સુરત: સમરસ હોસ્ટેલમાં ભોજનને લઈ વિદ્યાર્થીઓનો હોબાળો

સરકારની સમરસ કુમાર હોસ્ટેલ ખાતે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો

સરકારની સમરસ કુમાર હોસ્ટેલ ખાતે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો

    પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: સુરતના ઉધના મગગલ્લા રોડ ખાતે આવેલ રાજય સરકારની સમરસ કુમાર હોસ્ટેલ ખાતે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાતના સમયનું ભોજન આપતાની સાથે સારી ગુણવતા વાળુ નહિ હોવાને કારણે 700 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી બહાર આવી ગયા હતા અને તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

    રાજય સરકાર દ્વારા તમામ મોટા શહેરોમાં આસપાસના ગામના બાળકો રહી શકે તે માટે સમરસ હોસ્ટેલ તૈયાર કરવામાં આવ્યા છે. આ હોસ્ટેલમાં એવા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જે સમરસ હોસ્ટેલના સેન્ટર વિસ્તારના શહેરમાં અભ્યાસ કરે છે.

    આ વિદ્યાર્થીઓને રહેવાની સાથે જમવા , સાફ પાણીની સુવીધા પણ આપવામાં આવે છે. પરંતુ સુરતની સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને યોગ્ય રીતે જમવાનું આપવામાં નહિ આવતા ઉપરાંત પીવાના પાણી તેમજ સફાઇની પણ યોગ્ય સગવડતા ન હોવાને કારણે તમામ વિદ્યાર્થીઓએ શુક્રવારે રાતના ભોજનનો બહિષ્કાર કર્યો હતો અને 700 જેટલા વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલની બહાર આવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

    હદતો ત્યાં થઇ ગઇ હતી, કે સમરસ હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓએ વિરોધ નોધાવ્યો હતો તેમને નોટીસ આપીને હોસ્ટેલ ખાલી કરી દેવાની પણ સુચના આપવામાં આવી હતી. જેથી તમામ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને જયા સુધી તેમની માંગણી નહી સંતોષાય ત્યા સુધી પોતાનો વિરોધ ચાલું રાખવાનું તમામ વિદ્યાર્થીઓએ નકકી કર્યું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Eat, Students, સુરત

    આગામી સમાચાર