સુરત : માત્ર 15 હજારમાં સેનિટાઇજેકશન કેબિન તૈયાર કરાયા, હાલમાં ત્રણ જગ્યાએ મુકાશે


Updated: March 31, 2020, 10:57 PM IST
સુરત : માત્ર 15 હજારમાં સેનિટાઇજેકશન કેબિન તૈયાર કરાયા, હાલમાં ત્રણ જગ્યાએ મુકાશે
સુરત મનપા દ્વારા માત્ર 15 હજારમાં સેનિટાઇજેકશન કેબિન તૈયાર કરાયા

મનપા સહીત સ્મીમેર અને સિવિલ હો‌િસ્પટલમાં પણ આ સુવિધા કાર્યરક કરવામાં આવનાર છે. જરૂરીયાત જણાતા વધુ કેબનીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

  • Share this:
સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી અને ઇમરજન્સી કામ અર્થે મનપાની કચેરીમાં આવતા મુલાકાતી ઓને ડીસ ઇનફેકટ કરવા માટે મનપાની મુખ્ય કચેરીમાં સ‌ેનિટાઇજેકશન કેબીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ૨૫થી ૩૦ સેકન્ડમાં એક વ્ય‌િક્તને ડીસ ઇનફેકટેડ કરી શકાશે. પ્રાયોગીક ધોરણે ત્રણ કેબીન બનાવવામાં આવ્યા છે. મનપા સહીત સ્મીમેર અને સિવિલ હો‌િસ્પટલમાં પણ આ સુવિધા કાર્યરક કરવામાં આવનાર છે. જરૂરીયાત જણાતા વધુ કેબનીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મનપા ચીફ ફાયર ‌ઓફીસર બંસત પરીખ દ્વારા ટુકા ગાળામાં સેનિટાઇજેકશન કેબીનની ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

કોરોના વાયરસના દહેશત વચ્ચે સુરત મનપાના કર્મચારીઓ ઇમરજન્સી સેવામાં લાગ્યા છે. જાહેર રજાનો ભોગ આપી જીવના જોખમે કર્મચારીઓ હોમ કવોરેન્ટાઇન હેઠળના લોકોનું ધ્યાન રાખી રહ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ વેસુ ખાતેની સમરસ હોસ્ટેલ અને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીમાં જોતરાઇ ગયા છે. સુરત મનપાની પાલિકામાં ફરજ બજાવતા સેંકડો કર્મચારીઓ પાલિકાની મુખ્ય કચેરીમાં અવર-જવર કરતા હોય છે.

આ ઉપરાંત કોરોના વાયરસને પગલે આવશ્યક સેવા પુરી પાડતી વિવિધ સંસ્થાના લોકો પણ મનપાની મુલાકાત લેતા હોય છે. દરમિયાન કોરોનાનો વાયરસ મનપામાં નહી ફેલાય અને કર્મચારીઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે સુરત મનપાની મુખ્ય કચેરીમાં સેનિટાઇજેકશન કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેબિન માથી પસાર થતા લોકોને ડીસ ઇનફેકટ કરવામાં આવશે.

અંદાજે ૧૫ હજારમાં તૈયાર થયેલા આ સેનિટાઇજેકશન કેબિનમાં બે પેડસ્ટલ ફેન (પંખો) મુકવામાં આવ્યા છે. જેની સાથે ૨૦ લીટરની ટાંકી જોડવામાં આવી છે. આ ટાકીમાં પાણી સાથે એક ટકાના પ્રમાણમાં સોડીયમ હાઇપોકોરાઇડ કેમિકલ મિક્સ કરવામાં આવશે. સતત ત્રણ કલાક સુધી ફેનના માધ્મયથી ડીસ ઇનફેકટેડ કરી શકાશે. સુરત મનપા સાથે મનપા સંચાલિત સ્મીમેર અને સિવિલ હો‌િસ્પટલમાં લોકોની ભારે અવર જવર હોય ત્યા પણ સેનિટાઇજેકશન કેબિન કાર્યરત કરવામાં આવનાર છે.
First published: March 31, 2020, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading