Home /News /south-gujarat /સાવધાન! સુરતમાં ઓનલાઈન ગલુડિયું ખરીદવું ગ્રાહકને રૂ.8 લાખથી વધુમાં પડ્યું, આફ્રિકન ઝડપાયો

સાવધાન! સુરતમાં ઓનલાઈન ગલુડિયું ખરીદવું ગ્રાહકને રૂ.8 લાખથી વધુમાં પડ્યું, આફ્રિકન ઝડપાયો

છેતરપિંડીમાં પકડાયેલો આફ્રિકન આરોપી

surat cyber crime: એક કસ્ટમરે ગલુડીયુ ખરીદવા ( online buy Puppy) માટે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું (customer registered to buy a puppy) હતુ. અને નામ, સરનામા તથા મોબાઈલ નંબરની (mobile number) વિગતો આપી હતી.

સુરતઃ અત્યારના સમયમાં કોઈપણ વસ્તુની ખરીદી કે વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મનો (online platform) ઉપયોગ વધી ગયો છે ત્યારે ઓનલાઈ ગઠિયા પણ એક્ટીવ થયા છે. અને લોકો સાથે ઓનલાઈન ફ્રોડ (online fraud) કરીને લાખો રૂપિયા સેરવી લેતા હોય છે. ત્યારે આવી જ એક ચેતવણીરૂપ ઘટના સુરતમાં (surat news) પ્રકાશમાં આવી છે.

ઓનલાઈન વેબ સાઈટ (online website) પર ગલુડિયું વેચવાની જાહેરાત મુકી કસ્ટમરને ગલુડિયું (Puppy) ખરીદવા માટે અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપિયા પડાવી લઈ ગલુડિયું નહી આપી છેતરપિંડી કરનાર આરોપીને સાયબર પોલીસે (cyber police) વેસ્ટ આફ્રિકાના આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડી ઓનલાઈન સાયબર ક્રાઈમનો (online cyber crime) ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

બનાવની વાત કરીએ તો ગઈ તારીખ - 07-05-21 ના રોજ કલીક ઈન નામની વેબસાઈટ પર રૂ.13000માં ગલુંડીયું વેચવાની જાહેરાત એક ઈસમ દ્વારા મુકવામાં આવી હતી. જેમાં એક કસ્ટમરે ગલુડીયુ ખરીદવા માટે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. અને નામ, સરનામા તથા મોબાઈલ નંબરની વિગતો આપી ભેજાબાજના જણાવ્યા પ્રમાણે ગલુડિયાની કિંમત રૂ.13000 મોબાઈલ મારફતે પેટીએમ કરી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ હૃદયદ્વાવક ઘટના! ચાલુ બાઈકે બેગ નીચે પડી, બેગ લેવા જતા પત્નીનું કારની અરફેટથી મોત, દંપતી ખંડીત

ત્યાર બાદ ભેજાબાજોએ કસ્ટમર સાથે લોભમણી -લલચામણી વાતો કરી અલગ અલગ ચાર્જ જેવા કે ઈન્સ્યોરન્સ, બ્રીડર્સ લાયસન્સ સર્ટીફીકેટ, કોરોન્ટાઈન સર્ટીફીકેટ ચાર્જ, વિગેરે મળી કુલ રૂ. 1,62,400 તથા આઈડીએફસી બેંક મારફતે 6,68,800 મળી કુલ રૂ, 8,62,200 ટ્રાન્સફર કરી દીધા હોવા છતાં પણ આજદિન સુધી ઠગબાજોએ ગલુડિયાની ડીલીવરી ન કરી રીફંડ પણ પરત કર્યુ ન હતુ.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! મામી-ભાણીની હત્યા, બંને અર્ધનગ્ન હાલતમાં મળ્યા, બંનેના કપડા હતા અસ્ત-વ્યસ્ત

દરમિયાન કસ્ટમરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ભોગ બનનાર કસ્ટમરની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ આદરી હતી.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદમાં જીમ સંચાલક યુવકનો આપઘાત, સુસાઈડ નોટ વાંચીને આંખમાંથી આવી જશે આસું

દરમિયાન પોલીસે બાતમીના આધારે વેસ્ટઆફ્રિકાના નિયોન્ગાબસેન હિલેરીને બેંગ્લોરની ઝડપી પાડી તેની પાસેથી પાંચ મોબાઈલ કબ્જે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી ઓનલાઈન વેબ સાઈટ ઉપર ગલુડીયુ વેચતાની જાહેરાત મુકતો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ ઉભરાટના દરિયે ફરવા ગયેલા ચાર બેન્ક કર્મીઓ પૈકી બે દરિયામાં ડૂબ્યા, 'મોજ' માતમમાં ફેરવાઈ

ત્યારે કોઈ કસ્ટમર ગલુડિયાની ખરીદી કરવા માંગતા હોય તેની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવી લઈ ગલુડિયાની ડિલીવરી ન હતી ઠગાઈ આચરતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો, ત્યારે ઓન લાઈન ખરીદી કરતાં લોકોએ પણ યોગ્ય ખરાઈ કર્યા બાદ જ ખરીદી કરવી હિતાવહ છે.
Published by:Ankit Patel
First published:

Tags: CYBER CRIME, Gujarati News News, Online fraud, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો