સુરત : UKનું સર્વર ભાડે રાખી રમાડાતો હતો લાખો રૂ.નો ઓનલાઇન જુગાર, 13ની ધરપકડ થતા થયો મોટો પર્દાફાશ

સુરત : UKનું સર્વર ભાડે રાખી રમાડાતો હતો લાખો રૂ.નો ઓનલાઇન જુગાર, 13ની ધરપકડ થતા થયો મોટો પર્દાફાશ
જુગાર કેસમાં આર્મેનિયા દેશનો એક આરોપી પણ સંડોવાયેલો હોવાનો ખુલાસો

આરોપીઓ દ્વારા વેબસાઈટમાં તીનપત્તી. રુલેટ, અંદર બહાર, ડ્રેગન ટાઈગર, બકારંટનો જુગાર રમાડતા હતા. ટેકનોલોજીનો અવિશ્વનીય ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃતિ શરૂ હતી

  • Share this:
સુરત : શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે (surat crime branch) ઓનલાઇન જુગાર ક્લબ ઝડપી પાડ્યું છે. (Online gambling club) પાલ વિસ્તારમાં ઓનલાઇન જુગાર રમાડવામાં આવતો હતો. જેના માટે UKમાંથી સર્વર ભાડે લઈ ઓનલાઇન જુગાર રમાડતા હતા. હાલ પોલીસે પાલ ખાતે આવેલા મોનાર્ક આર્કેડમાં આવેલી ઓફિસમાંથી બે મહિલા સહિત 13 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલાઓ પાસેથી પોલીસે લાખો રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.

બે દિવસ પહેલા સુરત માંથી લોકોને ઠગાઈ કરનાર કોલ સેન્ટર ઝડપાયું છે ત્યારે આજે સુરત પોલીસ ને વધુ એક સફળતા મળી છે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતના (Onlien gambling in surat)  પાલ ગૌરવપથ રોડ ખાતે આવેલા મોનાર્ક આર્કેડમાં બીજા માળે આવેલી વિક્ટર આઈટી સોલ્યુશન નામની ઓફિસમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવે છે તેવી બાતમીના આધારે ટીમ બનાવી રેડ કરી હતી.આ પણ વાંચો :  હત્યાની સોપારી મામલે ઝડફિયાએ કહ્યું, 'અગાઉ નવસારીના પ્રવાસે હતો ત્યારે મારી રેકી થઈ હતી'

જેમાં આરોપી જીગર, રાહુલ અને કાર્તિક ઓફિસ ખોલી ઓનલાઈન જુગાર રમાડતા હતા. ઓનલાઈન જુગાર રમાડવા માટે અમદાવાદના ભરતભાઈ પાસેથી UKમાં સર્વર ભાડે લીધું હતું. ત્યારબાદ ફેક આઈડી બનાવી આ આઈડીથી જુદા જુદા આશરે 30 ડોમેઈનમાં જુદી જુદી વેબસાઈટ બનાવી હતી.

આ સાથે અરમેનિયા દેશના નારીક નામના વ્યક્તિ પાસેથી ઓનલાઈન વેબસાઈટમાં જુગારની રમતનો લાઈવ વીડિયો મૂકી તે વેબસાઈટમાં જુગાર રમાડતા હતા આરોપીઓ દ્વારા વેબસાઈટમાં તીનપત્તી. રુલેટ, અંદર બહાર, ડ્રેગન ટાઈગર, બકારંટનો જુગાર રમાડતા હતા. આ સાથે ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો પર પણ હાર જીતનો જુગાર રમાડવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ભાડેથી પુરૂ પાડતા હતા.

જેના માટે જુદા જુદા ગ્રાહકોને વેબસાઈટ લીંક અને યુઝર આઈડી, પાસવર્ડ બનાવી આપી માસિક 1 લાખથી 2 લાખ રૂપિયા વસૂલ કરી ઓનલાઈન જુગાર રમાડતા હતા  પોલીસે ઓફિસમાં તપાસ હાથ ધરતા ઓફિસમાંથી 13 લેપટોપ, 8 મોબાઈલ ફોન, ટીવી સહિત 8 લાખનો મુદામલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો :  રાજકોટ : મેલડી માતાના મંદિરમાંથી મળી આવેલી દારૂની બોટલોનું રહસ્ય ખુલ્યું, પોલીસે 3ની ધરપકડ કરી

માસિક 1 લાખથી 2 લાખ રૂપિયા વસૂલ કરી ઓનલાઈન જુગાર રમાડતા જોકે અમદાવાદ ના ભારત ભાઈ નામનો ઈસમ યુકે નું સર્વર ભાડે રાખીને જુગાર રમાડતો હોવાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે જોકે પોલીસે આ મામલે  અમદાવાદના ભરતભાઈ અને અરમેનિયાનો નારીક વોન્ટેડ
Published by:Jay Mishra
First published:August 19, 2020, 19:11 pm