Home /News /south-gujarat /

Online Fraud: સુરતના વેપારીને સસ્તા ભાવના કાજૂ 14.50 લાખમાં પડ્યા, અમદાવાદનો ઠગ ઝડપાયો

Online Fraud: સુરતના વેપારીને સસ્તા ભાવના કાજૂ 14.50 લાખમાં પડ્યા, અમદાવાદનો ઠગ ઝડપાયો

સસ્તામાં કાજુ લેવાની લ્હાયમાં સુરતના વેપારી 14.58 લાખ ગુમાવ્યા હતા.

Surat Cyber Crime News: આ બનાવના પગલે સાયબર ક્રાઈમ દ્વારા ઠગાઇ કરનાર અમદાવાદના ઠગબાજ આરોપી દિપેશ કિશોરભાઇ મકવાણાની ધરપકડ કરી છે. જોકે હવે આ ઘટના બાદ સુરત સાઇબર ક્રાઈમનું કહેવું છે કે, કયારેય પણ લોભામણી કે સસ્તાની લાલચમાં કોઇએ પડવું જોઇએ નહીં.

વધુ જુઓ ...
Surat news: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે જીવનજરૂરી વસ્તુઓ ખરીદવી અને વેચવી એ ખુબ જ સરળ બની ગયું છે ત્યારે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક લેભાગુ લોકો પણ સક્રિય થયા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે છેતરપિંડી (Fraud) કરી રહયા છે. આવો જ એક કિસ્સો સુરતના વેપારી (Surat Traders Fraud)  સાથે બન્યો છે. જેઓને સોશીયલ મીડિયા ઉપર ડ્રાયફુટ વેચવાની જાહેરાત મુકી વિશ્વાસમાં લઇ ઓર્ડર પેટે એડવાન્સમાં રૂ.14.50 લાખથી વધુ રકમ મેળવી લઇ છેતરપિંડી (Online fraud At Surat) કરી હતી. જોકે હવે આરોપીને ઝડપી પાડવામાં સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime)ને સફળતા મળી છે.

સોશિયલ મીડિયામાં સસ્તામાં કાજુ આપવાની પોર્સ્ટ મૂકી હતી ત્યારે સુરતના વેપારીએ કોન્ટેકટ કરતા આરોપી સુધીરભાઇ તરીકેની ખોટી ઓળખાણ આપીને સુરતના વેપારીને ભોગ બનવ્યો હતો. કાજુ સસ્તા ભાવે આઓવાની લાલચ આપીને લાખોની ઠગાઇને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો- સુરતમાં CAના વિદ્યાર્થીનો આપઘાત: ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું,’

સસ્તામાં કાજુ લેવાની લ્હાયમાં સુરતના વેપારી 14.58 લાખ ગુમાવ્યા હતા. કાજુ એલ.બલ્યુ,પી. એટલે કાજુના ટુકડા માર્કેટ ભાવ કરતા ઓછા ભાવમાં આપવાની લોભામણી લલચામણી વાતો કરતા સુરતના વેપારીએ  સૌ પ્રથમ બે ડબ્બા મંગાવેલ તે ફરીયાદીની  દુકાને મોકલી આપવામા આવ્યા હતા. ત્યારબાદ વેપારી લાલચમાં આવી જતા એક સાથે  કાજુના 354 ડબ્બા એટલે કે  3,540 કીલોનો ઓર્ડર આપ્યો હતો. બાદમાં વેપારીએ ઓર્ડર મુજબ કુલ 14 .58 હાજરથી વધુ રકમ રામદેવ ડ્રાયફ્રુટ અનેક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ના નામના એકાઉન્ટ જમા કરાવ્યા હતા. જોકે પૈસા જમા થઈ ગયા પણ ઓર્ડર આવ્યો ન હતો અનેક વખત વેપારીઓ કોલ કર્યો પણ સામે વાળી વ્યક્તિ માત્ર વાયદા આપતી હતી. બાદમાં સુરતના વેપારી સાથે ઠગાઇ થઈ હોવાની જાણ થતાં આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી.

આ પણ વાંચો- વડોદરા ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા: હત્યાના 16 કલાકમાં જ ખોલ્યો ભેદ

આ બનાવના પગલે સાયબર ક્રાઈમ દ્વારા ઠગાઇ કરનાર અમદાવાદના ઠગબાજ આરોપી દિપેશ કિશોરભાઇ મકવાણાની ધરપકડ કરી છે. જોકે હવે આ ઘટના બાદ સુરત સાઇબર ક્રાઈમનું કહેવું છે કે, કયારેય પણ લોભામણી કે સસ્તાની લાલચમાં કોઇએ પડવું જોઇએ નહીં. આજના આધુનિક યુગમાં ઠગબાજ ટોળકીઓ અવનવા કીમિયો અજમાવીને ઠગાઇને અંજામ આપતા હોય છે ત્યારે ક્યારેય પણ લોકોણ સસ્તાની લાલચ કે પછી લોભામણી લાલચમાં ન આવવું જોઈએ નહીં તો તમે પણ આવી રીતે ભોગ બની શકો છો.
Published by:rakesh parmar
First published:

Tags: Online fraud, Surat Crime Latest News, Surat crime Surat News, Surat Cyber Crime

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन