સુરતઃ ક્રેડિટ કાર્ડ બદલાવવાના બહાને ગઠિયાએ રૂ.1.36 લાખ સેરવી લીધા, આવી રીતે આવ્યા પાછા


Updated: August 9, 2020, 3:58 PM IST
સુરતઃ ક્રેડિટ કાર્ડ બદલાવવાના બહાને ગઠિયાએ રૂ.1.36 લાખ સેરવી લીધા, આવી રીતે આવ્યા પાછા
પ્રતિકાત્મક તસવીર

ઠગબાજે ફોન કરી ક્રેડીટ કાર્ડ બદલાવાના બહાને વિશ્વાસમાં લઈ યેનકેન પ્રકારે ઓટીપી નંબર મેળવી લઈ  તેના ખાતામાંથી રૂપિયા 1,36,800 ડેબીટ કરી લીધા હતા.

  • Share this:
સુરતઃ કોરોના કાળમાં (coronavirus) ઓનલાઈન ટ્રાન્જેક્શન વધી રહ્યા છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીના (online Fraud) કેસ પણ એટલા જ સામે આવી રહ્યા છે. સુરતમાં ક્રેડિટ કાર્ડ બદલાવાના બહાને ઓટીપી (OTP) મેળવી ખાતામાંથી રૂપિયા 1.35 લાખ ઉપાડી લેવાના છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે (Cyber crime police) ભોગ બનેલા યુવકને તેના પૈસા પરત તેના બેન્ક ઍકાઉન્ટમાં રીફંડ કરાવી આપ્યા હતા.

સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ મથુરાપ્રસાદ ભગવાનપ્રસાદ જયસ્વાલને ગત તા 2જી ઓગસ્ટના રોજ ઠગબાજે ફોન કરી ક્રેડીટ કાર્ડ બદલાવાના બહાને વિશ્વાસમાં લઈ યેનકેન પ્રકારે ઓટીપી નંબર મેળવી લઈ  તેના ખાતામાંથી રૂપિયા 1,36,800 ડેબીટ કરી લીધા હતા. ખાતામાં પૈસા ડેબીટ થતા મથુરાપ્રસાદ જયસ્વાલે તાકિદે પોલીસ કંટ્રોલમાં ફોન કરી વિગત જણાવી સાયબર ક્રાઈમ પોલીસમાં રજૂઆત કરી હતી.

મથુરાપ્રસાદની ફરિયાદને લઈને પીઆઈ ઍ.કે.ચૌહાણના માર્ગદર્શન હેથળ પીઍસઆઈ જે,બી.આહિર અને ઍલઆર પિયુષ ગોડલીંયાઍ તાત્કાલિક કાર્યવાહી કરી ગઈકાલે શનિવારે મથુરાપ્રસાદ જયસ્વાલના ખાતામાં રૂપિયા 1,35,000 પરત અપાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે  ઍટીઍમ, લોન, નોકરી શોપીંગના, આર્મીના નામે, ઓઍલઍક્ષ, ફેસબુક ઍડમાંથી વસ્તુ ખરીદીને લાગતા છેતરપિંડી, કોરોના મહામારી રૂપીયાની મદદના બહાને, બેન્ક મેનેજરની ઓળખ આપી ઍટીઍમકાર્ડ વેરીફાઈ કરવાના બહાને, પેટીઍમ કેવાયસી કરવાના બહાને મોબાઈલમાં ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવા સહિત અલગ અલગ બહાને નાણાકીય ફ્રોડ થાય છે.

આ પણ વાંચોઃ-સ્કૂલ ફી ભરવા અને પુસ્તકો ખરીદવા માટે યુવતીએ ખાનગી જાસૂસના મોબાઈલ ફોનની કરી ચોરી અને પછી..

આ પણ વાંચોઃ-સુરત સિવિલની વધુ એક બેદરકારી! કોરોના દર્દીના પરિવાર પાસેથી કિટ માટે વસૂલ્યા રૂ.10,000આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત

ત્યારે આવા બનાવોમાં અરજદારોને કોરોનાની મહામારીની કપરી પરિસ્થિતિમાં નાણાકીય નુકસાન ન થાય તે માટે સાયબર ક્રાઈમ ટીમ હમેશા ભોગ બનનારાને તાત્કાલિક મદદરૂપ થાય તેવા પ્રયત્નો કરવામાં કાર્યરત છે.

જેથી કોઈ પણ વ્યકિત સાથે આવા બનાવો બને ત્યારે પ્રથમ કન્ટ્રોલ નંબર 100 ઉપર સંપર્ક કરવો ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશ અથવા સાયબર ક્રાઈમ કરવો, બનાવના 24 કલાકમાં કરવો અનિવાર્ય છે જેથી આર્થિક નુકશાન થતું રોકી નાણા પરત અપાવી શકાય. સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા લોકોને જાગુત કરવા માટે સુરત શહેર પોલીસ ફેસબુક તેમજ ઈન્સ્ટાગ્રામ પેજ પર સાયબર સુરત નામનુ કેમ્પેઈન પણ શરુ કરવામા આવ્યું છે.
Published by: ankit patel
First published: August 9, 2020, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading