સુરત: કોરોનાકાળમાં કામ ન મળતા 26 વર્ષના યુવકનો આપઘાત, પત્ની અને બે બાળક નોધારા

સુરત: કોરોનાકાળમાં કામ ન મળતા 26 વર્ષના યુવકનો આપઘાત, પત્ની અને બે બાળક નોધારા
પ્રતીકાત્મક તસવીર

પ્રાથમિક તપાસમાં યુવકે કોરોનાકાળમાં પરિવારનું ભરણ-પોષણ કરવા માટે કામ ન મળતા આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

  • Share this:
સુરત: સુરત શહેરમાં સતત આપઘાત (Suicide)ની ઘટનાઓ નોંધાતી રહે છે. કોરોનાને લઈને કામ ન મળતા અને પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી ન કરી શકતા વધુ એક યુવકે આવેશમાં આવીને આપઘાત કરી લીધો છે. યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કોરોનાકાળમાં છેલ્લા એક વર્ષથી અનેક લોકોનો વેપાર-ધંધા (Business)માં મોટું નુકાસન થયું છે. આ નુકસાન વચ્ચે હજુ પણ અનેક લોકોને કામ-ધંધો મળ્યો નથી. આથી તેઓ પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી કરી શકતા નથી. પરિવારનું ભરણ-પોષણ નહિ કરી શકતા આવા લોકો આવેશમાં આવીને આપઘાત કરી લેતા હોવાનું સામે આવ્યું છે.

હવે આ કડીમાં વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ચીકુવાડી ખાતે આવેલા કૈલાશનગરમાં રહેતા 26 વર્ષના દિનેશ પૂનમચંદ કુવરના પરિવારમાં આમ તો પત્ની અને બે સંતાન છે. દિનેશ પરિવાર મજૂરી કરી પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી કરતો હતો.



આ પણ વાંચો: પ્રેમમાં અંધ બનેલા પિતરાઈ ભાઈ-બહેને હદ વટાવી, બંનેના લગ્ન થાય તે પહેલા કર્યું આવું કામ

જોકે, છેલ્લા કેટલાક સમયથી તેને મજૂરીનું કામ ન મળતા તે પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી કરી શકતો ન હતો. આ કારણે તે ચિંતામાં આવી ગયો હતો. અને તેના પગલે સતત માનસિક તાણ પણ અનુભવતો હતો. વાત ત્યાં સુધી પહોંચી કે યુવકે આવેશમાં આવીને પોતાના ઘરની છતના હુક વડે ચાદર બાંધીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

આ પણ વાંચો: સુરત પોલીસે માનસિક વિકૃત યુવાનની કરી ધરપકડ, વીડિયો કૉલ પર યુવતી સામે નગ્ન થઈ જતો હતો

આ ઘટનાની જાણકારી મળતા પરિવાર માથે જાણે કે આભ ફાટી ગયું હતું. ઘટના પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: જામનગર: BAPS સ્વામિનારાયણ સંસ્થા જી.જી.હૉસ્પિટલને સપ્તાહમાં અબુધબીથી લાવીને 10 ટન ઑક્સિજન આપશે


પ્રાથમિક તપાસમાં યુવકે કોરોનાકાળમાં પરિવારનું ભરણ-પોષણ કરવા માટે કામ ન મળતા આપઘાત કરી લીધાનું ખુલ્યું છે. જોકે, સુરતમાં આ પ્રકારની પ્રથમ ઘટના નથી. આ પહેલા કોરોનાકાળમાં કામ ન મળવાની ચિંતામાં અનેક લોકો આપઘાત કરી ચૂક્યા છે. બીજી તરફ યુવાન દીકરો ગુમાવતા પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:May 10, 2021, 08:57 am

ટૉપ ન્યૂઝ