Home /News /south-gujarat /

'સાધુના સ્વાંગમાં શૈતાનો': બળાત્કારો કરો, પાટા ઉલાળો, મિલકત મામલે લડાઈ કરો, આ શોભે છે!

'સાધુના સ્વાંગમાં શૈતાનો': બળાત્કારો કરો, પાટા ઉલાળો, મિલકત મામલે લડાઈ કરો, આ શોભે છે!

વધુ એક સાધુ જેલના સળિયા પાછળ.

દર વખતે જેમ થાય છે તેમ આ વખતે પણ ચકચાર મચી ગઈ. આ ચકચાર ક્યાં સુધી રહે છે તે જોવું રહ્યું!

  ન્યૂઝ18 ગુજરાતી : ફરી એક સાધુ, સૉરી બાવાનું પોત પ્રકાશ્યું! આ મહાશયે ધરમ તો ઠીક, માનવતાને'ય લજવી. આ વખતે સ્થળ બદલાયું પણ સંપ્રદાય એ જ. સ્થાનક ગઢડા નહીં, સુરત! થોડા સમય પૂર્વે ખેડા જિલ્લાના ડભાણ સ્વામિનારાયણ મંદિરના એક સાધુ દુષ્કર્મના કિસ્સામાં ફસાયા હતા, પાછા નીકળી ગયા હશે.

  હવે નવો કિસ્સો બહાર આવ્યો. આ બધી ઘટનાઓમાં તો છીંડે ચડે તે ચોર! વાત સુરતના ડભોલી સ્વામિનારાયણ મંદિરની છે. અહીં એક યુવતીએ મંદિરના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે સ્વામીના રૂમમાંથી કોન્ડમ મળી પણ આવ્યા હતા. જેને યુવતીના પરિવારે પોલીસને બતાવ્યા હતા. સ્વામી મંદિરની સામે આવેલા મેડિકલમાંથી જ કોન્ડમ મંગાવતો હતો, તેવું પણ જાણમાં આવ્યું.

  દર વખતે જેમ થાય છે તેમ આ વખતે પણ ચકચાર મચી ગઈ. આ ચકચાર ક્યાં સુધી રહે છે તે જોવું રહ્યું! સુરતના વેડરોડ,ડભોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપથી ધમાચકડી મચી ગઈ.

  આ પણ વાંચોઃ સ્વામીના રૂમમાંથી મળી આવ્યાં કોન્ડોમ

  કતારગામ પોલીસના જણાવ્યા મુજબ યુવતીની માતાની તબિયત ખરાબ હોવાથી તેના સારવાર માટે રૂપિયાની જરૂર હતી. ત્યાં કોઈએ યુવતીને જણાવ્યું કે સુરતના વેડ રોડ સ્વામિનારાયણ મંદિરમાં તેને તેની માતા ને સારવાર માટે રૂપિયાની મદત મળી શકે છે. તેથી તે સ્વામિનારાયણ મંદિરએ મદદ માંગવા ગઈ હતી. તેનો સંપર્ક ત્યાંના એક સંત સ્વામી જોડે થયો હતો. સ્વામીએ મદદ આપવાની કહી યુવતીને તેના રેસ્ટ રૂમમાં લઇ ગઈ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેને સ્વામીએ તેનો ફોન નંબર લઈ થોડા દિવસ પછી રૂપિયા આપવાનું કહ્યું હતું. યુવતી બીજીવાર માતાની સારવાર માટે રૂપિયા લેવા જતા સ્વામીએ તેને પછી તેના રૂમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

  આ પણ વાંચોઃ સાધુને 'કારકિર્દી' હોય? પાટા ઉલાળનારા એસપી સ્વામીએ કહ્યુ, મારી કારકિર્દી ખતમ કરવાનો કારસો છે!

  આમ, સ્વામી દ્વારા તેની સાથે જબરદસ્તી અને મજબુરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચરતા યુવતીએ આખરે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે મંદિરના ટ્રસ્ટી જયેશ ગોયાનીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સાધુ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર છે. પોલીસને તપાસમાં પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

  ગઢડાના એસપી સ્વામીએ પાટા ઉલાળ્યા

  હજુ બે દિવસ પહેલા જ ગઢડાના એસપી સ્વામીએ ત્યાંના સંપ્રદાયના અનુયાયી હરસુરભાઈ ખાચર નામના વૃદ્ધ ઉપર પાટા ઉલાળ્યા હતા. હરસુરભાઈનો દાવો હતો કે, એસપી સ્વામીએ કથિત રૂપે રૂ. 2 કરોડની ઉચાપત કરી છે. સામે પક્ષે એસપી સ્વામીએ તેની કારકિર્દી ખતમ કરી નાખવાનું આ કાવતરું હોવાનું જણાવ્યું હતું

  દુકાન મામલે ગઢડામાં જ સ્વામીની તડાફડી

  લગભગ એક સપ્તાહ પૂર્વે ગઢડા ગોપીનાથજી મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી તેમજ મૌલિક ભગત વિરુદ્ધ મારામારીના ગુનામાં 307ની કલમ હેઠળ કલમ નોંધાઈ છે. ગોપીનાથજી મંદિર બહાર આવેલ દુકાનોના ચાલતા વિવાદને લઈ મામલો બિચકાતા મારામારી થઇ હતી.

  મુદ્દે આ કથિત સ્વામીઓ આજકાલ ચર્ચામાં છે. પૈસાની ઉચાપત, બળાત્કારો, મિલકત અને કઈ કેટલાય કારણોને લઈને. હવે 'ધર્મપ્રેમી' જનતા નક્કી કરે કે કયો માર્ગ સાચો છે....!!!
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Sadhu, SWAMI, Swaminarayan, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन