સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી, વધુ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા

News18 Gujarati
Updated: March 23, 2019, 7:05 PM IST
સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી, વધુ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
પ્રતિકાત્મક તસવીર

મહત્વની વાત એ છે કે, સુરતમાં માત્ર ત્રણ દિવસમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે.

  • Share this:
સુરતમાં લૂંટ ફાટ, ચોરી, હત્યા જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થાના ગુનેગારો લીરે લીરા ઉડાવી રહ્યા છે. સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતથી આજે ફરી એક હત્યાની ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે મધરાત્રે યુવકની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી.

વિગતે વાત કરીએ તો, એક અઠવાડીયા અગાઉ જ મૃતક કાદિર પોતાના પિતરાઈ ભાઈને ત્યાં રોજગારી માટે સુરત આવ્યો હતો. કાદિર મૂળ યૂપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે કામ પર જવા માટે બપોર બાદ નીકળ્યો હતો, જે ઘરે પરત ન ફર્યો અને તેની લાશ મળી આવી હતી. આ મુદ્દે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યુવકની બોડી પર જાંગ અને પીઠના ભાગે ઈજાના સાતથી 8 નિશાન મળી આવ્યા હતા. જેથી યુવક પર કોઈએ ચપ્પાથી હુમલો કર્યો હશે અને લોહી વહેવાથી મોત નિપજ્યું હશે.

પોલીસ હાલમાં હત્યાનું કારણ શોધવાની કોશિસ કરી રહી છે. પ્રાથમીક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, સુરતના સચિન વિસ્તારની પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુનેગારોને શોધવા ચક્રો ગતિમાન કરી દીધા છે.

મહત્વની વાત એ છે કે, સુરતમાં માત્ર ત્રણ દિવસમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઈ જ ભય ન રહેતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરતનો જેટલો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેની સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
First published: March 23, 2019, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading