સુરત : લૉકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક રત્નકલાકાર હિંમત હાર્યો, ગળેફાંસો ખાઇને આપઘાત

સુરત : લૉકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક રત્નકલાકાર હિંમત હાર્યો, ગળેફાંસો ખાઇને આપઘાત
મૃતક

રત્નકલાકારે લખેલી સુસાઇડ નોટમાં આર્થિક સંકડામણને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હોવાનો ઉલ્લેખ.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઇને થયેલા લૉકડાઉન (Lockdown) બાદ સૌથી વધુ કફોડી હાલતમાં સુરતના રત્નકલાકારો (Diamond Workers) મૂકાયા હતા. જોકે, અનલોક (Unlock) બાદ પણ ઉદ્યોગ શરૂ નહીં થતાં આર્થિક ભીંસ (Financial Crisis) અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ લાગતા ગતરોજ વધુ એક રત્નકલાકારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા રત્નકલાકારે એક સુસાઇડ નોટ (Suicide note) પણ લખી છે. સુસાઇડ નોટમાં તેણે આપઘાત પાછળનું કારણ લખ્યું છે.

કોરોના વાયરસને લઈને દેશ અને દુનિયામાં હાહાકાર મચી ગયો છે. કોરોના મહામારી વચ્ચે સુરત તમામ ઉદ્યોગ ફરીથી બંધ કરવાની ફરજ પડી છે. આ દરમિયાન લૉકડાઉનને કારણે બેકાર બનેલા સુરતના કાપોદ્રા વિસ્તારના હીરાબાગ નજીકની ભક્તિનગર સોસાયટીમાંમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી લક્ષ્મણ ભગવાનભાઇ સોલંકીએ ગતરોજ પોતાના ઘરમાં સુતરની દોરી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ પણ વાંચો : કોરોનાનો કહેર : એક જ દિવસમાં ગુજરાતના બે ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ઘટનાની જાણકારી મળતા પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. તપાસ કરતા પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લક્ષ્મણભાઈએ કોરોના મહામારી વચ્ચે બેકાર બન્યાનો ઉલ્લેખ હતો. આર્થિક સંકડામણ સાથે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતા આ પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.

નીચે વીડિયોમાં જુઓ : રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર

પોલીસે આ સુસાઇટ નોટ કબજે કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. બીજી બાજુ પરિવારના મોભીના આવા પગલાંને લઇને પરિવાર શૉકમાં ગરકાઉ થઈ ગયો છે. મૃતક લક્ષ્મણભાઈને એક પુત્ર અને બે પુત્રી છે. લક્ષ્મણભાઈના આવા પગલાંથી પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:July 08, 2020, 09:55 am

टॉप स्टोरीज