લૉકડાઉનમાં ચોર મસ્ત! સુરતની રેસ્ટોરન્ટમાંથી એક લાખની થઇ ચોરી


Updated: April 13, 2020, 10:16 AM IST
લૉકડાઉનમાં ચોર મસ્ત! સુરતની રેસ્ટોરન્ટમાંથી એક લાખની થઇ ચોરી
પ્રતિકાત્મક તસવીર

પત્નીની દવા માટે નાણાની જરૂરિયાત પડતા તેઓ રેસ્ટોરન્ટમાં જતા આખી વાતની જાણ થઇ હતી.

  • Share this:
સુરત: સુરતમાં લૉકડાઉનન દરમિયાન સરથાણાની અમૃત રેસ્ટોરન્ટમાંથી રૂ. 1 લાખ રોકડ રકમની ચોરી થઇ છે. આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સરથાણા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, નાના વરાછા રોડ સ્થિત ચાકુવાડી પાણીની ટાંકી સામે આવેલી સ્નેહમિલન સોસાયટીમાં રહેતા સંજયભાઇ અરજણભાઇ સતાણી સરથાણા ખાતે અમૃતરસ રેસ્ટોરન્ટ ચલાવે છે. જનતા કરફ્યુ બાદ 21 દિવસનું લોકડાઉન જાહેર થતા તેમણે પોતાની રેસ્ટોરન્ટ ગત તા. 21-3-20થી જ બંધ કરી દીધી હતી. ગતરોજ સાંજે પત્નીની દવા માટે નાણાની જરૂરિયાત પડતા તેઓ રેસ્ટોરન્ટ ખાતે પહોચ્યા હતા. તે વેળા ઓફિસનાં ખાનાનું લોક તૂટેલું નજરે પડ્યું હતું અને ખાનામાં રાખેલા રોકડા રૂ. 1 લાખની ચોરી થઇ હતી. બાદ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, રેસ્ટોરન્ટ બંધ હોવાનો લાભ ઉઠાવી આ સમયગાળામાં રેસ્ટોરન્ટની ઉપર આવેલી ઓફિસની બારીની ગ્રીલ કોઇકે  ખોલી ઓફિસમાં ઘૂસીને ચોરી કરવામાં આવી છે.

આ પણ વાંચો - બનાસકાંઠામાં પણ પહોંચ્યો કોરોના, પાંચ વર્ષનાં બાળક અને 55 વર્ષનાં પુરુષનો રિપોર્ટ પોઝિટિવ

આ મામલે સંજયભાઇ સતાણી દ્વારા સરથાણા પોલીસ મથકમાં અજાણ્યા વિરૂદ્ધ ચોરી સંદર્ભે ફરિયાદ નોîધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન સામાન્ય જનતા પોતાના ઘરોમાં બંધ છે તો એક ચોર કેવી રીતે ચોરી કરીને પોતાનો ખેલ અજમાવી ગયો.સાથો સાથ આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ ફેલાવી દીધો છે કે, ચોરો પોલિસની બેરીકેટીંગ અને પેટ્રોલીંગ દરમિયાન કેવી રીતે ફરતા થયા હશે . જેથી આસપાસની અન્ય દુકાનોમાં પણ ચિંંતા પ્રસરી છે .

આ વીડિયો પણ જુઓ - 
First published: April 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading