સુરત: બે બુટલેગર વચ્ચે WAR, એક બુટલેગરની બહેન ઈજાગ્રસ્ત, બનેવીનું મોત

News18 Gujarati
Updated: January 30, 2019, 7:35 AM IST
સુરત: બે બુટલેગર વચ્ચે WAR, એક બુટલેગરની બહેન ઈજાગ્રસ્ત, બનેવીનું મોત
આરોપી રાજ ઉર્ફે વાલ્મીક દારૂનો વ્યવસાય કરે છે. સામે ભુષણ બંસીલાલ પાટીલ પણ દારૂનો ધંધો કરે છે.

આરોપી રાજ ઉર્ફે વાલ્મીક દારૂનો વ્યવસાય કરે છે. સામે ભુષણ બંસીલાલ પાટીલ પણ દારૂનો ધંધો કરે છે.

  • Share this:
કિર્તેશ પટેલ - સુરત

સુરત: ડિંડોલીમાં રાત્રિના સમયે બુટલેગર પર બીજા બુટલેગરે ધંધાકીય અદાવતમાં હુમલો કર્યો હતો. તેમાં બુટલેગર તો બચી ગયો પરંતુ તેને બચાવવા ગયેલી તેની બહેન ગંભીર રીતે ઇજા પામી છે અને તેના બનેવીનું મોત નીપજ્યું છે. પોલીસે હત્યા-હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને 5 આરોપીની ધરપકડ કરી છે.

ડિંડોલી લક્ષ્મણનગરમાં આરોપી રાજ ઉર્ફે વાલ્મીક દારૂનો વ્યવસાય કરે છે. સામે ભુષણ બંસીલાલ પાટીલ પણ દારૂનો ધંધો કરે છે. રવિવારે રાત્રે રાજ અને તેના સાગરીતો તલવારો લઈને ભુષણને મારવા માટે તેના ઘર તરફ આવી રહ્યા હતા. ભુષણને તેના બાતમીદારોએ માહિતી આપી દેતા ભુષણ ભાગી ગયો હતો.

હુમલાખોરોએ ભુષણની બહેન લલીતા અને બનેવી વિનોદ પાટીલ પર હુમલો કર્યો. શરૂમાં થોડું વાગ્યું બાદમાં પાસે પડેલા પથ્થર લઈને હુમલાખોરો પર પથ્થરો ફેંક્યા હતા ત્યારે તલવાર લઈને આવેલા હુમલાખોરોના તલવારથી લલીતાને માથામાં અને હાથમાં તેમજ કમરના ભાગે મારતા ગંભીર ઇજા થઈ છે. જ્યારે વિનોદને પેટના ડાબા પડખામાં, પીઠના ભાગે તલવાર ચાકુના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરંતુ તે પહેલા આરોપીઓ નાસી ગયા હતા. દારૂના ધંધાની અદાવતમાં હુમલો થયો હોવાની ચર્ચા છે. આ બનાવ રસ્તા પર જ બન્યો હોવાથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાહુલ ઉર્ફે રાહુલ બેડીયા સુનીલ મહાજન, સાગર ઉર્ફે સાગર ચોર ઉર્ફે જ્ઞાનેશ્વર મધુકર કદમ, સંદિપ ઉર્ફે શેરસીંગ કુંદનસીંગ યાદવ અને હરીશ @ કિશોર રામચંદ્ર શાંતારામ પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આર.ડી.નગર રેલવે ફાટક પાસે લિંબાયત અને ડિંડોલી બંને પોલીસ સ્ટેશનની હદમાં દારૂ-જુગારના અડ્ડા ધમધમે છે. એકાદ વર્ષ પહેલા ભુષણ સાથે રાજનો ઝઘડો થયો હતો. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી રાહુલ બટકો સુનિલ મહાજન, સંદિપ શેરસિંગ ઠાકુર, સાગર,જગદિશ અને કિશોરની ધરપકડ કરી છે.
First published: January 29, 2019, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading