સુરતઃ પતિએ ઊંઘી જવાનું કહેતા પત્ની હંમેશા માટે પોઢી ગઇ!

પતિએ લાઇટ બંધ કરીને સૂઇ જવાનું કહેતા પત્નીએ એસિડ પીને હંમેશા માટે પોઢી ગઇ હતી.

News18 Gujarati
Updated: February 6, 2019, 11:55 AM IST
સુરતઃ પતિએ ઊંઘી જવાનું કહેતા પત્ની હંમેશા માટે પોઢી ગઇ!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 6, 2019, 11:55 AM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ સામાન્ય બાબતોમાં લોકો આત્મહત્યા જેવો ગંભીર પ્રકારના રસ્તો અપનાવતા હોય છે. નાની નાની બાબતોમાં યુવક યુવતીઓ પોતાનું જીવન ટૂંકાવવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જ્યાં પતિએ લાઇટ બંધ કરીને સૂઇ જવાનું કહેતા પત્નીએ એસિડ પીને હંમેશા માટે પોઢી ગઇ હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં શ્રી રામ ચોકડી પાસે આવેલા માલધારી સોસાયટીમાં રહેતા મુન્નાભાઇ પટેલ એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરી 26 વર્ષીય પત્ની સોનીકુમારી અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.

સોનીકુમારી ઘરે સાડી ઉપર સ્ટોન ચોંટાડી પરિવાને આર્છિક મદદરૂપ થતી હતી. દરમિયાન ગત રવિવારે રાત્રે સોનીકુમારી સાડી ઉપર સ્ટો ચોંટાડવાનું કામ કરતી હતી ત્યારે પતિ મુન્નાએ લાઇટ બંધ કરીને સૂઇ જવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

આ પણ વાંચોઃ-નવસારીઃ બે-બે બાળકોના માતા-પિતાના પ્રેમનો કરુણ અંજામ, ટ્રેન નીચે પડતું મૂક્યું

ત્યારબાદ સોનીકુમારીને માઠું લાગી આવતા સોમવારે સવારે ઘરે એસીડ ગટગટાવી લીધું હતું. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે બપોરના સમયે મોત નીપજ્યું હતું. આ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
First published: February 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...