સુરત : ભાઇએ જ ચપ્પુનાં ઘા મારી લીધો બીજા ભાઇનો જીવ

News18 Gujarati
Updated: November 14, 2019, 2:38 PM IST
સુરત : ભાઇએ જ ચપ્પુનાં ઘા મારી લીધો બીજા ભાઇનો જીવ
હત્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ યુવાન પર તેના જ ભાઇએ જુની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં (Surat) યુવાન પર જીવલેણ હુમલા (Attack) બાદ તેનું મોત (Murder) નીપજ્યું. આ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ યુવાન પર તેના જ ભાઇએ જુની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે રાંદેરનાં ઇકબાલ નગરમાં 38 વર્ષનાં આરીફ રહેમાન સૈયદ પત્ની અને ચાર બાળકો સહિતનાં પરિવાર સાથે રહેતા હતાં. તેઓ કેટેરર્સનો ધંધો કરતા હતાં. આરીફભાઇ વહેલી સવારે  પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યાં હતા. આ દરમિયાન તેનો જ ભાઇ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે તે જ રસ્તા પર બેઠો હતો. આરીફ આવતાની સાથે ભાઇ અને તેના માણસોએ તેને રોકીને માર મારી ચપ્પુનાં ઘા ઝીંક્યા હતાં. ત્યારબાદ તે લોકો અહીંથી ભાગી ગયા હતાં. જે બાદ સ્થાનિકો ઘટનાસ્થળે ભેગા થયા હતાં અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેને હૉસ્પિટલ લઇ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : ગાંધીનગરનાં સિરિયલ કિલર સામે વધુ એક ચકચારી હત્યાનો નોંધાયો ગુનો

પરિવારે આ ઘટનામાં જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવલ પહેલા જ આ બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આ લોકો અનેકવાર ઝઘડ્યા હતાં. આ અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: November 14, 2019, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading