સુરત : શહેરમાં (Surat police) પોલીસ કમિશ્નર દ્વારા યુવાધનને નશાની (drugs in Surat) ચુંગલમાંથી બહાર લાવવા માટે No Drugs in Surat City કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યુ છે. સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા ઇસમોને પકડી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી નશીલા પદાર્થોનું વેચાણ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે સુરત પોલીસે એક ખાસ અભિયાન શરૂ કર્યુ છે. અસામાજીક તત્વો અને નશાનો કારોબાર કરતા લોકોને ઝડપી પાડવા માટેની એક મુહિમ શરૂ કરી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાર્કોટીક્સની પ્રવુતિઓ અટકાવવા માટે શહેર કપલેટા ચેક પોસ્ટ પરથી બાતમી હકિકતના આધારે મોહમદ સિદ્દિક ઉર્ફે રાજા s/o અબ્દુલ કાદર બોમ્બેવાલા ઉ.વ.૫૨ રહેવાસી. ૨૦૩, ગ્રીનપાર્ક સોસાયટી, રામનગર પાસે, રાંદેર, સુરત વાળા પાસેથી સફેદ જેવા રંગનો પાઉડર સ્વરૂપનો મેફેડ્રોન ડ્રગ્સ ૧૦૦.૨૬૦ ગ્રામ કિંમત રૂ.૧૦ લાખથી વધુની મત્તાનો તેમજ ફોર વ્હિલ ગાઙી કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- તથા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન રોકડ રકમ સહિત કુલ્લે કિંમત ૧૩,૧૨,૮૭૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમ તો પોલીસ કમિશનરશ સુરત શહેરે ‘No Drugs in Surat City' ના કેમ્પેઈન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા મેળવેલ છે અને પકડાયેલ આરોપી મોહમદ સિકિ ઉર્ફે રાજા બોમ્બેવાલા વિરૂધ્ધમાં NDPS એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરી સદર ગુનાની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરેલ છે. સુરત શહેર પોલીસ સુતના યુવાધનને નાર્કોટીક્સ જેવા નશીલા ઝેરી પ્રદાર્થથી દુર રાખવા હંમેશા બધ્ધ છે. આરોપી મોહમદ સિદ્દિક ઉર્ફે રાજા બોમ્બેવાલા વિરૂધ્ધ ક્રાઈમ બ્રાન્ચના નોંધાયેલ ગુનાને આધારે ધરપકડ કરેલ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર