સુરત : સફાઇ કામદારોનો હંગામો, ત્રણ દિવસ બાદ ઉગ્ર આંદોલનની ચીમકી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરત : સફાઇ કામદારોનો હંગામો, ત્રણ દિવસ બાદ ઉગ્ર આંદોલનની ચીમકી
સુરત મહાનગરપાલિકા દ્વારા 2800 જેટલા હંગામી સફાઇ કામદારોને એકાએક છુટા કરી દેવાતાં સફાઇ કામદારો દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. સફાઇ કામદારોએ મનપા કચેરીએ હોબાળો મચાવી નોકરીમાં પરત લેવાની માંગ કરી હતી.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરત #સુરત મહાનગરપાલિકા દ્વારા 2800 જેટલા હંગામી સફાઇ કામદારોને એકાએક છુટા કરી દેવાતાં સફાઇ કામદારો દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. સફાઇ કામદારોએ મનપા કચેરીએ હોબાળો મચાવી નોકરીમાં પરત લેવાની માંગ કરી હતી. સુરત મહાનગરપાલિકાના વિવિધ સાત ઝોનમાં હંગામી સફાઇ કામદારો દ્વારા સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે.  મહાનગરપાલિકા દ્વારા સફાઇ કામદારોની ભરતી માટે પરીક્ષા પણ લેવાઇ ગઇ છે અને આગામી દિવસોમાં મેરીટ યાદી બહાર પડવાની છે. જેને પગલે મહાનગરપાલિકા દ્વારા એકાએક હંગામી સફાઇ કર્મચારીઓને છુટા કરી દેવાતાં હોબાળો મચી જવા પામ્યો છે. જેને પગલે છુટા કરાયેલા સફાઇ કામદારો આજે મનપાની કચેરીએ એકત્ર થયા હતા અને ઉગ્ર સુત્રાચ્ચાર સાથે નોકરીમાં પરત લેવા તથા કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબુદ કરવાની માંગ કરી હતી. સફાઇ કામદારો દ્વારા કરાયેલી રજુઆતને પગલે કમિશ્નર એમ થેનારાસને ત્રણ દિવસનો સમય માંગ્યો હતો અને યોગ્ય નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી. તો બીજી તરફ સફાઇ કામદારોએ જો આ ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મનપા બહાર જ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.
First published: February 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर