સુરત: સિગ્નલ પર બાઈક ચાલકે મહિલા પોલીસની છેડતી કરી તમાચો મારી દીધો, કરી મારા મારી

સુરત: સિગ્નલ પર બાઈક ચાલકે મહિલા પોલીસની છેડતી કરી તમાચો મારી દીધો, કરી મારા મારી
પ્રતિકાત્મક તસવીર

પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક અને મહિલા હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ પાલનપુર જકાતનાકા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતો આ દરમિયાન બની ઘટના

  • Share this:
સુરત : શહેરમાં મહિલા સુરક્ષિત નથી તેવી ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે ત્યારે મહિલા પોલીસ પણ સુરક્ષિત નથી તેવી ઘટના બની છે. સુરક્ષા માટે તેનાત કરેલી મહિલા પોલીસ કર્મચારી વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન માસ્ક અને નંબર પ્લેટ વગરના બાઈક ચાલકે મહિલા કર્મીની છેડતી કરી અને તમાચો મારી દીધો હતો. આ ઉપરાંત અન્ય એક પોલીસકર્મી સાથે પણ મારા મારી કરતા રાંદેર પોલીસે જાહેરમાં અશ્લીલ હરકત કરવા અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં મહિલા અતયાચારની સતત ઘટના સામે આવી રહી છે, તેમાં પણ મહિલા છેડતી અને દુષ્કર્મની સૌથી વધુ ઘટના સામે આવી રહી છે. આવી ઘટના અટકાવવા તૈનાત મહિલા પોલીસ સાથે પણ આવીજ એક ઘટના બની છે. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક અને મહિલા હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ પાલનપુર જકાતનાકા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા.આ દરમિયાન મહિલા હેડ કોન્સ્ટેબલે માસ્ક પહેર્યા વિના અને આગળની નંબર પ્લેટ વિનાની બાઈકના ચાલકને અટકાવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલે અટકાવી માસ્ક કેમ પહેર્યુ નથી અને નંબર પ્લેટ કેમ લગાવી નથી એમ કહેતા જ ચાલકે બાઈક રોડ પર આડી ઉભી કરી દીધી હતી અને જોર જોરથી બૂમાબૂમ કરી તમે પોલીસ લોકોને લૂંટો છો, એમ કહી ટોળું ભેગું કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોસુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video

પોલીસ દ્વારા હોબાળો મચાવતા યુવાનને મહિલા હેડ કોન્સ્ટેબલે સમજાવવાનો પ્રયાસ કરતા બાઈક ચાલક જયેશ ગણેશ ચૌધરીએ મહિલા પોલીસ કર્મચારીનો હાથ પકડી છેડતી કરી હતી. જેથી અન્ય પોલીસ કોન્સ્ટેબલે હાથ છોડાવવાનો પ્રયાસ કરતા જયેશે તેમની સાથે ઝપાઝપી કરી હતી. માર મારવાની સાથે મહિલા હેડ કોન્સ્ટેબલને એક તમાચો મારી દીધો હતો.

આ પણ વાંચો - સુરત : ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનો Live Video, પોલીસે ફિલ્મી ઢબે બચાવ્યો

આ ઘટના જોતા અન્ય પોલીસ કર્મચારી પણ ત્યાં દોડી આવ્યા હતા. આ બાઇક ચાલકે આ પોલીસ કર્મચારી સાથે પણ માથાકૂટ કરી તેમની સાથે પણ મારા મારી કરી હતી, જેથી પોલીસે આ બાઇક ચાલક જયેશ ચૌધરી વિરૂધ્ધ મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે અશ્લીલ હરકત કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.
Published by:kiran mehta
First published:January 22, 2021, 17:53 pm