સુરત : બિલ્ડરના ઘરમાંથી ચોરી કરનાર 3 શખ્સ ઝડપાયા, ડુંગરપુરથી 395 કિમી બાઇક ચલાવી આવ્યા હતા


Updated: July 31, 2020, 2:43 PM IST
સુરત : બિલ્ડરના ઘરમાંથી ચોરી કરનાર 3 શખ્સ ઝડપાયા, ડુંગરપુરથી 395 કિમી બાઇક ચલાવી આવ્યા હતા
ચોરી કરનારા 3માંથી એક અગાઉનો ઘરઘાટી જ નીકળ્યો, મીઠાનું ઋણ અદા કરવાના બદલે જેની થાળીમાં ખાધું ત્યા જ થૂક્યો

ચોરી કરનારા 3માંથી એક અગાઉનો ઘરઘાટી જ નીકળ્યો, મીઠાનું ઋણ અદા કરવાના બદલે જેની થાળીમાં ખાધું ત્યા જ થૂક્યો

  • Share this:
અઠવાલાઇન્સની આદર્શ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીગ્નેશભાઈ રાદડીયાના બંગલામાંથી દોઢ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. બિલ્ડરના પરિવારજનો પહેલા માળે ટીવી જોતા હતા. તે અરસામાં બીજા અને ત્રીજા માળે બેડરૂમમાં ચોરોએ ઘુસી કબાટ તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસ તપાસમાં આ ચોરીમાં જુના ઘરઘાટીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને તેના વતન રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. આરોપીને દેવું થઇ જતા તેને આ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી.

બનાવની વિગત એવી છે કે સુરત શહેરના પોર્શ વિસ્તાર એવા અઠવાલાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીના બંગલા નં. 7 માં રહેતા બિલ્ડર જીગ્નેશ મગન રાદડીયા દસેક દિવસ અગાઉ પત્ની રશ્મી અને બે સંતાન ઉપરાંત માતા-પિતા, કાકી ભારતીબેન, પિતરાઇ અંકિત અને અંકુર અને તેમના સંતાન સહિત પરિવારના તમામ સભ્યો બપોરના સમયે ઘરમાં હતા.

પરિવારના તમામ સભ્યોની ઘરમાં હાજરી વચ્ચે ત્રીજા માળે ચાર બેડરૂમના વોર્ડરોબ તસ્કરો તોડયા હતા જે પૈકી બેડરૂમમાંથી રૂા. 1.50 લાખ રોકડા ચોરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ઉમરા પોલીસે રાજસ્થાન ખાતેથી સોહનલાલ મંગલસિંહ રાઠોડ, સુરેશ કુબેર કટારા અને શાંતીલાલ ગૌતમ કટારાને ઝડપી પાડી રોકડા રૂા. 1.50 લાખ કબ્જે લીધા છે.

આ પણ વાંચો :  સુરત : 'સાહેબ, ફરી એક વાર ચેક કરો, મમ્મી એક્સપાયર થયાને આજે 11 દિવસ થયા', Corona કંટ્રોલરૂમની બેદરકારી

ઉલ્લેખનીય છે કે શાંતીલાલ અગાઉ બિલ્ડર જીગ્નેશને ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. જેથી પરિવારના સભ્યો કયારે જમવા બેસે છે તે સહિતની તમામ ગતિવિધી તેને ખબર હતી. બીજી તરફ વતનમાં વ્યાજના ચક્કરમાં ફસાય જતા ત્રણેયનું દોઢથી બે લાખનું દેવું થયું હતું. જેથી બે મિત્ર સાથે મળી ચોરી કરવા માટે પલ્સ મોટરસાઇકલ પર રાજસ્થાનના ડુંગરપુરના ગામમાંથી 395 કિલોમીટરનું અંતર કાપી ચોરી કરવા સુરત આવ્યા હતા.
આ પણ વાંચો :   'મેં બહુત બુરા હું', PUBG રમવાની ના પાડી તો પિતાની ગનથી ગોળી મારી આત્મહત્યા કરી

અને પરિવારના સભ્યો સાંજે 7 વાગ્યે જમવા બેસે ત્યારે શાંતીલાલ ગેસ લાઇનના પાઇપ વાટે ઉપર ચઢી ચોરીનો કસબ અજમાવી ત્રણેય ફરાર થઇ ગયા હતા. જો કે હાલ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: July 31, 2020, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading