સુરતના પાર્લે પોઇન્ટમાં સાતમાં માળેથી ઝંપલાવી વૃદ્ધાનો આપઘાત, કારણ અકબંધ

News18 Gujarati
Updated: July 11, 2018, 10:21 PM IST
સુરતના પાર્લે પોઇન્ટમાં સાતમાં માળેથી ઝંપલાવી વૃદ્ધાનો આપઘાત, કારણ અકબંધ
News18 Gujarati
Updated: July 11, 2018, 10:21 PM IST
સુરતના પોષ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ નજીક એક રેસીડેન્સીના સાતમાં માળેથી વૃદ્ધાએ મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. જોકે, વૃદ્ધાના આપઘાત પાછળ કોઈ કારણ જાણવા મળ્યું નથી.

પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી બ્રિજ વાટીકા રેસીડેન્સીમાં મૂળ રાજસ્થાનના સુમીત્રા દેવી પીરામલ અગ્રવાલ(ઉ.વ.74) પરિવાર સાથે રહેતા હતા. પરિવાર ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલું છે. સુમિત્રાદેવી ડાયાબિટિસના દર્દી છે. અને ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. દરમિયાન આજે(બુધવાર) વહેલી સવારે 4 વાગ્યે સાતમાં માળે ઘરમાંથી છલાંગ લગાવી દીધી હતી. જ્યારે બાજુમાં સૂતેલા પતિને પત્ની નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી.

એક કલાકની શોધખોળ બાદ સુમિત્રાદેવી નીચે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ડાયાબિટિસના કારણે માનસિક તણાવમાં આકરું પગલું ભર્યું હોય શકે છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી. જોકે, આપઘાત અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નહતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...