સુરતઃ વૃદ્ધ દંપતીનું રહસ્યમય સંજોગોમાં મોત, રિપોર્ટમાં સાચું કારણ બહાર આવશે

News18 Gujarati
Updated: March 25, 2019, 8:05 AM IST
સુરતઃ વૃદ્ધ દંપતીનું રહસ્યમય સંજોગોમાં મોત, રિપોર્ટમાં સાચું કારણ બહાર આવશે
પ્રતિકાત્મક તસવીર

સુરતના પાંડેસરા વિસ્તરાના વૃદ્ધ દંપતીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ સુરત ધીમે ધીમે ક્રાઇમ સીટી બનતું જોય છે એમ રોજે રોજ શહેરમાં વિવિધ પ્રકારના ગુનાઓ બનતા રહે છે. જેમાં વધુ એક ગુનાનો ઉમેરો થયો છે. સુરતના પાંડેસરા વિસ્તરાના વૃદ્ધ દંપતીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. તબીબોએ કરેલી પ્રાથમિક સારવાર દરમિયાન ફૂડ પોઇઝનની આશંકાજણાતા પોલીસને જાણ કરાઇ હતી. જોકે, પોસ્ટમોર્ટમ કરનારા તબીબ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જામી શકાશે એમ જણાવ્યું હતકું.

મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન ખાતેની વૃંદાવન સોસાયટીમાં રહેતા 70 વર્ષીય કાંતિલાલ હજારીલાલ ઇન્દોરવાલા અને 62 વર્ષીય સુશીલા કાંતિલાલ ઇન્દોરવાલાને શુ્કરવારે ગંભીર હાલત સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ઉલટીઓ થઇ રહી હોવાની માહિતી પરિવારના સભ્યોએ તબીબોને આપી હતી. તબીબોએ શરૂ કરેલી તપાસ દરમિયાન ફૂડ પોઇઝનની શંકા જણાઇ હતી. જેને પગલે આ મામલે પાંડેસરા પોલીસને જાણ કરાઇ હતી. જોકે, તબીબી સારવાર કારગત નિવડે તે પહેલા કાંતિલાલ મોતને ભેટ્યાં હતા.

ત્યારબાદ ગણતરીના સમયમાં સુશીલાબેનનું પણ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દંપતીએ એક સપ્તાહ પહેલા કોઇ સંબંધીના ઘરે નોનવેજ જમ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે, અહીં જમવા આવેલા અન્ય લોકોને કોઇ તકલીફ થઇ નહીં હોવાનું પણ પોલીસનું કહેવું છે.

આ પણ વાંચોઃ-મહારાષ્ટ્ર: બસ ખીણમાં ખાબકી, સુરતના 4 સહિત 6ના મોત, 45 ઘાયલ

સુત્રોના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમમાં વધુ તપાસ માટે હોજરીમાંથી જરૂરી સેમ્પલ લઇને ફોરેન્સિક અને પેથોલોજી લેબમાંતપાસ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે.
First published: March 25, 2019, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading