સુરતઃ પરેડ દરમિયાન હોમગાર્ડ મહિલાઓની છેડતીનો મામલો, ઓફિસર સસ્પેન્ડ

News18 Gujarati
Updated: November 6, 2018, 5:15 PM IST
સુરતઃ પરેડ દરમિયાન હોમગાર્ડ મહિલાઓની છેડતીનો મામલો, ઓફિસર સસ્પેન્ડ
પરેડ ગ્રાઉન્ડ પર આવીને મહિલાઓ પાસે ટર્નઆઉટ ચેક કરવાના બહાને ઈરાદાપૂર્વક મહિલા હોમગાર્ડનો ઓફિસર કમાન્ડિંગ સોમનાથ ગહેરવાલ છેડતી કરતો હોવાનો આક્ષેપ મહિલા હોમગાર્ડે લગાવ્યો હતો.

પરેડ ગ્રાઉન્ડ પર આવીને મહિલાઓ પાસે ટર્નઆઉટ ચેક કરવાના બહાને ઈરાદાપૂર્વક મહિલા હોમગાર્ડનો ઓફિસર કમાન્ડિંગ સોમનાથ ગહેરવાલ છેડતી કરતો હોવાનો આક્ષેપ મહિલા હોમગાર્ડે લગાવ્યો હતો.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત

સુરતમાં હોમગાર્ડ મહિલાઓની શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો મામલે અંતે તંત્ર હરકતમાં આવ્યું છે. આરોપી ઓફિસર સોમનાથ ગહેરવાર અને ભાવના કંથારિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હોમગાર્ડની 24 જેટલી મહિલાઓ દ્વારા લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સોમનાથ ગહેરવાર પરેડ દરમિયાન તેમનું જાતિય શોષણ કરે છે.

શું હતું સમગ્ર મામલો ?

સુરતમાં ઓફિસર કમાન્ડિંગ ટર્નઆઉટ ચેક કરવાના બહાને ઈરાદાપૂર્વક મહિલા હોમગાર્ડની છેડતી કરતો હોવાનો આક્ષેપ મહિલા હોમગાર્ડે લગાવ્યો છે, આ ફરિયાદ બાદ પોલીસબેડામાં ચર્ચા જાગી હતી, આ ઘટના અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

'સાહેબને ખુશ રાખવા જ પડશે તો જ નોકરી ટકશે, બોલાવે ત્યારે ઘરે પણ જવું'

હોમગાર્ડની મહિલાઓએ લેખિતમાં ફરિયાદ કરી હતી
પરેડ ગ્રાઉન્ડ પર આવીને મહિલાઓ પાસે ટર્નઆઉટ ચેક કરવાના બહાને ઈરાદાપૂર્વક મહિલા હોમગાર્ડનો ઓફિસર કમાન્ડિંગ સોમનાથ ગહેરવાલ છેડતી કરતો હોવાનો આક્ષેપ મહિલા હોમગાર્ડે લગાવ્યો હતો. એટલું જ નહીં, મહિલા હોમગાર્ડ ઈનચાર્જ ભાવના કંથારિયા પણ મહિલાઓનું શોષણ કરતી હોવાની વાત સામે આ‌વી હતી. જેમાં હોમગાર્ડ ઇનચાર્જ સોમનાથ ગહેરવાલ સામે મહિલાઓએ એવો આક્ષેપ કર્યો કે સોમનાથ બધી હોમગાર્ડ મહિલાઓને કહે છે કે, ‘જો તમે મને ખુશ નહીં રાખો તો તમને નોકરી પર રાખીશ નહીં અથવા દૂર-દૂરના નોકરીનાં પોઇન્ટ આપીશ.’ તેમ જ પરેડ ગ્રાઉન્ડ પર પરેડ વખતે મહિલા હોમગાર્ડને ટર્નઆઉટ ચેક કરવાના બહાને ઓફિસર કમાન્ડિંગ સોમનાથ ઇરાદાપૂર્વક મહિલા હોમગાર્ડની શારીરિક છેડતી કરે છે.

એક મહિલા હોમગાર્ડએ જણાવ્યું કે અમારું ઉપરી અધિકારીઓ દ્વારા પણ શોષણ કરવામાં આવે છે. માનસિક શોષણ કરવાની સાથે તેમને ઘરકામ માટે અધિકારીઓ બોલાવતા હોય છે. અગાઉ પણ અમે અનેક વાર અરજી આપી ચુક્યા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આખરે પોલીસ કમિશનરને ફરિયાદ કરવી પડી છે. વધુમાં સોમનાથ ગહેરવાલ જજનો ડ્રાઇવર છે. તેની નોકરી કોર્ટમાં હોવા છતાં તે મોટા ભાગનો સમય કચેરીમાં દેખાય છે. નોંધનીય છે મી ટુ મુવમેન્ટમાં બાકી રહેલા સુરતમાં પણ મહિલા હોમગાર્ડે અરજી કરતા ફફડાટ ફેલાયો છે.
First published: November 6, 2018, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading