ખાટલે મોટી ખોડ! સુરત જિલ્લાના 2.94 લાખ પૈકી 1.24 લાખ રાશનકાર્ડ ધારકો સહાયથી વંચીત

ખાટલે મોટી ખોડ! સુરત જિલ્લાના 2.94 લાખ પૈકી 1.24 લાખ રાશનકાર્ડ ધારકો સહાયથી વંચીત
પ્રતિકાત્મક તસવીર

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંપડતી વિગતો અનુસાર કોરોના વાયરસને પગલે છેલ્લા ૨૫ દિવસથી લોકડાઉનને કારણે ગરીબ અને શ્રમજીવી પરિવારોની હાલત અત્યંત કફોડી

  • Share this:
નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ ગરીબ રેખા નીચે જીવનયાપન કરતાં રાશનકાર્ડ ધારકોના બેન્ક એકાઉન્ટમાં રાજ્ય સરકાર દ્વારા એક હજાર રૂપિયા જમા કરાવવામાં ખાટલે મોટી ખોડ જોવા મળી રહી છે. સુરત શહેર જિલ્લામાં ૨.૯૪ લાખ પૈકી ૧.૨૪ લાખ રાશનકાર્ડ ધારકોના ડેટા તંત્ર સાથે મેળ નહીં ખાતા આ ખાતાધારકો હાલ આર્થિક સહાયથી વંચિત રહેવા પામ્યા છે. જેને કારણે હવે વહીવટી તંત્ર દ્વારા આર્થિક સહાયથી વંચિત રાશનકાર્ડ ધારકોના આધાર કાર્ડથી માંડીને બેન્ક એકાઉન્ટ સુધીની વિગતો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંપડતી વિગતો અનુસાર કોરોના વાયરસને પગલે છેલ્લા ૨૫ દિવસથી લોકડાઉનને કારણે ગરીબ અને શ્રમજીવી પરિવારોની હાલત અત્યંત કફોડી થવા પામી છે. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા એન.એફ.એસ.એ. યોજના અંતર્ગત બીપીએલ રાશન કાર્ડધારક પરિવારોને એક હજાર રૂપિયાની આર્થિક સહાયનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે, સુરત શહેર - જિલ્લામાં ૨,૯૪,૭૧૩ બીપીએલ કાર્ડધારકો પૈકી ૧.૨૪ લાખ રાશનકાર્ડ ધારકોનો ડેટા રાજ્ય સરકાર સાથે મેળ નહીં ખાતા હાલ આ પરિવારો આર્થિક સહાયથી વંચિત રહેવા પામ્યા છે. જેને કારણે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરત જિલ્લામાં મામલતદારો અને સુરત શહેરમાં પુરવઠા ઝોનલ ઓોફિસરને બીપીએલ કાર્ડધારકોના માહિતી એકઠી કરીને ડેટા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

હાલ બીપીએલ રાશનકાર્ડધારકો પૈકી જે લોકોને આર્થિક સહાય સાંપડી નથી તેમાં મોટા ભાગના કિસ્સાઓોમાં પરિવારના મોભીનું બેક એકાઉન્ટ અસ્તિત્વમાં નથી, આધાર કાર્ડ સાથે રાશનકાર્ડ લિંક નથી અથવા તો રાશનકાર્ડ અને આધાર કાર્ડમાં નામમાં તફાવત હોવાના મહત્તમ કેસો જાવા મળી રહ્યા છે. જેને કારણે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા આ તમામ રાશનકાર્ડ ધારકોનો સંપર્ક સાધીને તેઓને આર્થિક સહાય સાંપડે તે દિશામાં કવાયત હાથ ધરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:April 21, 2020, 23:26 pm

ટૉપ ન્યૂઝ