સુરતઃ ગુજરાતમાં (Gujarat) મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની (Drug smuggling) તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ઓડિશાથી આવતા ગાંજાનાં સપ્લાયનું નેટવર્ક તોડી પાડવા સુરત પોલીસ સક્રિય થઇ હતી. તેવામાં પોલીસને ઓડિશાનાં રાજ્યના ગંજામ જિલ્લામાં 3157 જથ્થો જેની કિંમત અંદાજીત 3 કરોડ રૂપિયા થાય છે આ ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુરત ખાતે છુપાયો હોવાની બાતમીના આધારે સુરત પોલીસે (surat police) આરોપીને શોધી કડીને આ ઇસમ વિરુધ સુરત પોલીસે કાયદેસરની કાર્યવહી કરી વધુ તપાસ શરુ કરી છે.
ગુજરાતમાં સતત નશાનો કારોબાર ફૂલી ફળી રહ્યો છે. તેવામાં આવા નાસાના કારોબારનો નેટવર્ક (Drugs network) તોડી પાડવા માટે સતત પોલીસ દ્વારા ગુજરાતમાં કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં સુરતમાં પણ સતત ગાંજાનો (Gandjo caught) મોટો જથ્થો પોલીસ પકડી રહી છે.
ત્યારે આવો જથ્થો સ્પલાઇ કરનાર એક ઇસમ જેના વિરુધ ઓડિશાના ગંજામ જીલ્લામાં 3157 કિલો ગ્રામ આશરે 3 કરોડની કિમંતના ગાંજાના ગુનામાં નાસતા-ફરતા મુખ્ય આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો.
સુરત શહેરમાં શરૂ કરવામાં આવેલી NO DRUGS IN SURAT CITYના ઝુંબેશ અન્વયે ગાંજાનો સપ્લાયરો તેમજ ઓડિશા રાજ્યમાંથી જુદા જુદા રાજ્યોમાં ગાંજાનુ વેચાણ કરનાર અને સુરત શહેરમાં આશરો લઈ રહેતા રીઢા ગુનેગારોને શોધી કાઢવા સુરત દરમિયાન ડી.સી.બી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કતારગામ ગજેરા સર્કલ લેક ગાર્ડનની પાસે જાહેર રોડ ઉપરથી સંજય હારી ગૌડાને ઝડપી પાડયો હતો.
સદર ગુની કુલ -8 આરોપીઓના વિરુધ્ધમાં નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં જે તે વખતે પકડાયેલ આરોપી સંતોષ મલ્લીકનો હાલ પકડાયેલ આરોપી સંજય ગૌડા અંગત સાગરીત હોય જે ગાંજાના ધંધામા ભાગીદાર થતો હોય આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સુરત શહેરમાં આવી રહેવા લાગ્યો હતો.
મિયાન ડી.સી.બી.પો.સ્ટે.ના પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. જોકે પકડાયેલ આરોપી પૂછપરછમાં નશાના કારોબારના અનેક રેકેટર સમયે આવે તેવી શક્યતા પણ સામે આવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર