સુરત : 'બોડાણા સાહેબ સાથે વાત થઈ ગઈ છે, તમારી મેટરમાં કઈ નહીં થાય', રાદેર PI ફરી વિવાદમાં

સુરત : 'બોડાણા સાહેબ સાથે વાત થઈ ગઈ છે, તમારી મેટરમાં કઈ નહીં થાય', રાદેર PI ફરી વિવાદમાં
ફ્રાન્સનું નાગરિકત્વ ધરાવતી મહિલાનો આરોપ, પોલીસે લુખ્ખાતત્વોનો સાથ આપ્યો

કરોડોપતિ પટેલ ક્વોરી માલિકની આત્મહત્યા મામલે વિવાદમાં આવેલા અધિકારી સામે મૂળ સુરતની અને ફ્રાન્સની નાગરિક મહિલાએ આક્ષેપ કર્યા.

  • Share this:
સુરતના એક ખેડૂતની જનીન પચાવી પડતા પાડવામાં ભૂંડી ભૂમિકા ભજવતા અધિકારી  અને તેના સાગરિતોનાં ત્રાસને લઇને ખેડૂતે આપઘાત કરી લીધો હતો જોકે આ મામલે વિવાદોમાં આવેલા રાંદેર પોલીસ સ્ટેશનના (PI Reander surat police) અધિકારી સામે વધુ એક વિવાદ આવ્યો છે. આ અધિકારી એક NRI  મહિલાને તેની મિલકત અસામાજિક તતવો દ્વારા ગેરકાયદે કળાબાજો કરી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવા ગયેલી મહિલા એની વાત નહિ આરોપી સપોર્ટ કરી મહિલાને રસ્તે રઝળતી કરી નાખી છે ત્યારે આ મહિલા સામે આવીને અનેક આક્ષેપ કર્યા છે.

ફાન્સ સિટીજન (French citizen) અને મૂળ સુરતનાં રાંદેર વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પરિવારની મિલકતને લઈને ભારત આવી હતી .ખદીજા સાલેહ આરીફ છેલ્લા 32 વર્ષથી તેઓ પરિવાર સાથે ફાન્સમાં રહે છે.  અને ફાન્સનું પાસપોર્ટ ઘરાવે છે. તેમણે કહ્યું કે 'મારા સાસરીયા પક્ષની એક મિલકત રાંદેર જુની પોસ્ટ ઓફિસ પાસે , એમ.એમ. પી . સ્કુલ પાસે , સુથાર મહોલ્લામાં આવેલી  (ઘર નં . 4/146) છે. તા. 10 મી માર્ચ 2020માં અમારી આ મિલકતનાં બોગસ દસ્તાવેજો કરી તેમજ કુલમુખત્યારનામાનાં દુર ઉપયોગ કરી મિલકત પચાવી પાડવામાં આવી હતી. જે અંગેનો સ્પે . દિવાની મુકદમો નં . 296/2015 સુરત સિવિલ કોર્ટમાં ચાલે છે. જેમાં કોર્ટ કમિશન પણ થયુ છે.આ પણ વાંચો : સુરત : 24 કલાકમાં વધુ 242 વ્યક્તિ Coronaની ઝપટમાં, જાણો ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

મારા પતિ ફેબ્રુઆરી 2020 માં વિદેશ ) ગયા બાદ અમો ડુમસ મારા માતા-પિતાને ત્યાં રહેવા ગયા હતા. ફરવા ગયા ત્યારે ફિરોઝ બશીર વાડીયા, ઈલ્યાસ કાપડીયા નામનાં માથાભારે ઈસમો સહિત 20 થી વધુ મારા બંધ ઘરમાં તાળું તોડી ઘુસી ગયા હતા. આ બાબત ની જાણ ફળિયાવાસીઓ એ ફ્રાન્સ મારા પતિને કરી હતી જેને લઈ મારા પતિ એ મને ફોન કરતા હું તાત્કાલિક રાંદેર આવવા નીકળી ગઈ હતી અને રસ્તામાંથી જ 100 નંબર એટલે કે પોલીસ કંટ્રોલ ને જાણ કરી રાંદેર પોલીસ ની સાથે મારા ઘરે ગઈ હતી.

જ્યાં આરોપીઓ મારા ઘરમાં ઘુસી ગયા હતા. કાપડિયા બહાર આવી ને પોલીસ સાથે વાતો કર્યા બાદ અંદર ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ હું રડવા લાગીતો અજય ભોલા નામના પોલીસ કોન્સ્ટેબલ બોલ્યો રડવાથી કઈ મકાન પાછું મળી જવાનું નથી. મારી ફરીયાદ લેવાની પણ ના પાડી કહ્યું પોલીસ ઈન્સપેકટર બોડાણા સાહેબ સાથે વાત થઈ ગઇ છે, તમારા મેટરમાં કાંઈ થશે નહિં, હોળી ઘુળેટીનો તહેવાર હોવાથી બે - ત્રણ દિવસ પછી આવજો બસ આટલું કહી ચાલી ગયા હતા વડવાઓનું મકાન પચાવી પાડનાર તમામે બોગસ પાવર થી દસ્તાવેજ બનાવી મકાન પચાવી પાડ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

પેરિસમાં રહેતી અને વિદેશમાં ભાજપની સક્રિય સભ્ય હોવાછતાં રાંદેર પોલીસે પીડિત મહિલા ને સાંભળવાને બદલે લેન્ડ માફિયાઓને સાથ આપ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે. જોકે આ અધિકારી હાલમાં એક જમીન મામલે મલિક ને ત્રાસ આપતા આ મલિક દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. જોકે મરનારે અધિકારી સાથે તમામ લોકોના નામ લખ્યા હતા. જોકે આજ અધિકારી વિરુદ્ધ વધુઅ એક ફરિયાદ સામે આવી છે. ગુનેગારોથી રક્ષા કરવા માટે પોલીસમાં નિમણુંક તથયેલ આ અધિકારી આરોપી સાથે માંડીને લોકોને હેરાન કરતા હોવાના આક્ષેપ પણ મહિલા એ લગાવ્યા છે.

આ પણ વાંચો :  સુરત : 'સાથે નહીં આવ તો તારા પતિને મારી નાંખીશ', યુવકે મહિલાને પકડી પોર્ન Video બતાવ્યો

જોકે આ મિલકત ને લઈને મહિલા દ્વારા  પોલીસ ને તમામ પેપર જેવા કે વર્ષ 2014-15 થી ચાલતો વિવાદ, ત્યારબાદ 2015 માં કરાવેલું કોર્ટ કમિશન સહિત તમામ પેપર બતાવ્યા હતા. લગભગ છેલ્લા 32 વર્ષથી અમે દર વર્ષે ભારત આવીએ છીએ અને સુરતના આજ મકાનમાં રહેતા આવ્યા છે. આ વર્ષે પણ જાન્યુઆરી 2020 માં અમે પતિ અને દીકરીના લગ્ન બાદ પહેલી વાર જમાઈ સાથે સુરત આવ્યા હતા અને ફેબ્રુઆરીમાં ગયા બાદ આ અસામાજિક તત્વોએ મકાન પર દાનત બગડી કબજો કરી લીધો છે.

છેલ્લા લગભગ 3 મહિનાથી હું પોલીસ સ્ટેશનથી કમિશનર ઓફીસ સુધીના ધક્કા ખાઈ ચુકી છું પણ મને ન્યાય મળ્યો નથી. સિવિલ દાવો ચાલતો હોય અને કોર્ટ કમિશન થયું હોય ત્યારબાદ પણ જો મિલકત પર કબજો કરી લેતા હોય તો પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે. આવી જ  રીતે વખાર ઓલીમાં આવેલી અમારી બીજી મિલકત પણ કોર્ટ મેટર ચાલુ હોવા છતા તોડી પાડવામાં આવી છે . આ તમામ હકીકત જેતે સમયના પોલીસ ઈન્સ્પેકટર બોડાણા ને વારંવાર રજુઆત કરવા છતાં તેમણે પોલીસ ફરીયાદ લીધી ન હતી, કે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી. જોકે, મહિલા વિદેશમાં ભાજપની સક્રિય કાર્યકર હોવાના કારણે તેણે વડાપ્રધાન મોદી સુધી ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે.
Published by:Jay Mishra
First published:September 09, 2020, 21:34 pm

ટૉપ ન્યૂઝ