T-20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે હવે મર્યાદીત મેચો છે : હરમનપ્રિત કૌર

News18 Gujarati
Updated: September 23, 2019, 10:52 PM IST
T-20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે હવે મર્યાદીત મેચો છે : હરમનપ્રિત કૌર
હરમનપ્રિત કૌરની તસવીર

સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે શરૂ થઇ રહેલી ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાની વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરતના  (Surat)લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ (Cricket Stadium)ખાતે શરૂ થઇ રહેલી ઇન્ડિયા (India)વર્સિસ સાઉથ આફ્રિકાની (South Africa)વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ (Cricket) સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ કહ્યું હતું કે અમે ભૂતકાળને નહીં ભવિષ્યને ધ્યાને લઇને રમીએ છીએ. ડબ્લ્યુ વી. રમને ઉમેર્યું કે જે વીતી ગયું છે તેને ભૂલી જઇને ભવિષ્યમાં શું તેના પર રમત રમવી જોઇએ.

ડબલ્યુ વી. રમને કહ્યું કે તેઓ આગામી ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા (Australia)ખાતે યોજાનારા વિમેન્સ વર્લ્ડકપ ટી ટ્વેન્ટી માટેની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women Cricket team)બેટીંગ પર હાલ ફોકસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટરો દરેક પાસામાં તેમની બેસ્ટ રમત દર્શાવી જ રહી છે.

ભારતીય મહિલાઓની વર્લ્ડ કપ માટેની ક્રિકેટ ટીમનું ઘડતર હાલમાં ઉપલબ્ધ ખેલાડીઓના હવે પછીની મેચોના પરફોર્મન્સ પરથી થવાનું છે. સુરતની ગ્રાઉન્ડ કન્ડીશન્સ અંગે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમના કોચ ડબ્લ્યુ વી. રમને કહ્યું કે ફર્સ્ટ ક્લાસ ફેસેલિટીઝ છે, અમે ગ્રાઉન્ડ કન્ડીશનથી ખુશ છીએ. બસ વરસાદ નહીં પડેતો સુરતને એક સારી મેચ જોવા મળશે.

.ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટ કેપ્ટન હરમનપ્રિત કૌરએ જણાવ્યું હતું કે વિમેન્સ વર્લ્ડ કપ પહેલા ટીમ પાસે હવે ફક્ત 15 જેટલી ઇન્ટરનેશનલ મેચીસ છે અને આ મેચીસ દરમિયાન અમારે પરફોર્મન્સ દર્શાવવાનું છે. તેણે કહ્યું કે ટીમ ઇન્ડિયાની દરેક પ્લેયર તેની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે કટિબદ્ધ છે.

હરમનપ્રિતે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અંગે જણાવ્યું કે એ શ્રેષ્ઠ ટીમ છે અને તેમની સામે રમવાનું હંમેશા ટફ હોય છે, બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગમાં તેઓ હાલમાં બેસ્ટ ટીમ ગણાય રહી છે. સુરત ખાતેની સિરીઝમાં અમે પણ અમારી રીતે પરફોર્મન્સ આપવા માટે બિલકુલ રેડી છીએ.એવા પ્રશ્નના ઉત્તરમાં હરમનપ્રિત કૌરે જણાવ્યું કે ટીમ ઇન્ડિયા હંમેશા જુદા જુદા વેન્યુ પર રમતી હોય છે.

આ પણ વાંચોઃ-સુરત : વરાછાના સિનિયર ક્લાર્કે પત્ની બ્રેઇનડેડ જાહેર થતાં પાંચ અંગોનું દાન કર્યુફોકસ એ જ હોય છે કે દરેક ખેલાડી તેની ક્ષમતા અનુસાર બેસ્ટ પ્રદાન કરે.ફક્ત 15 વર્ષિય ટીમ પ્લેયર સેફાલી અંગે ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યું કે તેની વયને જોતા અમે તેને તેની નેચરલ ગેમ રમવા માટે જ પ્રોત્સાહિત કરીએ છીએ. 15 વર્ષની ઉંમરે એ ઇન્ડિયન વુમન્સ ટીમ સુધી પહોંચે એ દર્શાવે છે કે સેફાલી એક ક્ષમતાવાન પ્લેયર છે.
First published: September 23, 2019, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading