Home /News /south-gujarat /

સુરત : લાલુ જાલીમ ગેંગનો આતંક, પાણીપુરી વાળા પર જીવલેણ હુમલો, દાદાગીરીનો વીડિયો થયો Viral

સુરત : લાલુ જાલીમ ગેંગનો આતંક, પાણીપુરી વાળા પર જીવલેણ હુમલો, દાદાગીરીનો વીડિયો થયો Viral

CCTV વીડિયોમાંથી લીધેલી તસવીર

સુરતમાં લાલુ જાલીમ ગેંગના લુખ્ખાઓનો આતંક, સામાન્ય પાણીપુરી વાળાને 'અમે લાલુ જાલીમના માણસો છીએ' કહી માર મારતા યુવકના જીવન મરણ વચ્ચે ઝોલા

સુરતમાં ફરી એકવાર લાલુ જાલીમ ગેંગનો (Lalu Jalim Gang)નો આતંક સામે આવ્યો છે જેમા અમરોલી લેક ગાર્ડન પાસે લાલુ જાલીમના માણસો છે કહી પાણીપુરીની લારી વાળા ને ઢોર મારમારી યુવાનનું માથું ફાડી નાખ્યું હતું જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ઘટનાના 24 કલાક બાદ પોલીસ સફાળી જાગી હતી અને હુમલો કરનાર બે ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ મારામારીનો સીસીટીવી વીડિયો (Viral CCTV Video) સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

સુરતમાં લુખ્ખા અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે અમરોલી વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અમરોલી ગાર્ડન પાસે કેટલાક અજાણ્યા ઈસમોએ પાણીપુરીની લારી ચલાવતા યુવકને જાહેરમાં બેરહમીપૂર્વક મારી ફરાર થઈ ગયા હતા નાસ્તા ના રૂપિયા લીધા કેમ અમે લાલુ જાલીમના માણસો છીએ કહી પાણીપુરીની લારી વાળાને જાહેરમાં ઢોર માર માર્યો હતો તારે ધંધો કરવો હોય તો અમારું ધ્યાન રાખવાનું કહેતા લારીવાળાએ સામો જવાબ આપ્યો હતો.જેથી બંને અસામાજિક તત્વો યુવાન પર તૂટી પડ્યા હતા અને માથાના ભાગે બેરહમીપૂર્વક માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને રોડ પર કણસણતો રહ્યો હતો જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકના પિતાનાં જણાવ્યાનુસાર તેનો પુત્ર કાનો પાંચ દિવસ અગાઉ જ રાજસ્થાની સુરત આવ્યો હતો ગુરૂવારના રોજ સાંજે તેને લારી પર ઊભો રાખીને તેઓ કામ અર્થે નીકળ્યા હતા ત્યારે કેટલાક ઈસમોએ આવી ને પાણીપુરી ખાધા બાદ પૈસા આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચો :    ડીસા : જીવદયા પ્રેમી જૈન અગ્રણીની પજેરોને અકસ્માત નડ્યો, જન્મદિવસના બીજા દિવસે ત્રણ મિત્રો સાથે મોત

જોકે ત્યારબાદ પરત આવીને યુવકને ગાળો આપી હતી અને અમને ઓળખતો નથી લાલુ જાલીમ ના માણસો છીએ અમારો ખ્યાલ રાખતો નથી અહીંયા ધંધો કરવો હોય તો સાહેબજી કરવી પડે એવું કહીને ઝઘડો કરવા લાગ્યા હતા અને યુવા કે ગાળો ન બોલવાનું કહેતા તેને ઢોર માર માર્યો હતો યુવકને માથાના ભાગે ઢોર માર મારતા તેનું માથું ફાડી નાખ્યું હતું જોકે પિતા આક્ષેપ કર્યો હતો કે ઘટનાના ૨૪ કલાક સુધી તો પોલીસને કોઇ કાર્યવાહી કરી જ ન હતી.

આ પણ વાંચો :  સુરત : 'હત્યારો પ્રેમી,' સાળીની પરિણીત દીકરીના પ્રેમમાં પત્નીની કરી નાખી હતી હત્યા, 5 વર્ષથી પ્રેમિકા સાથે હતો ફરાર

જોકે ઘટનાના 24 કલાક બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મોડીરાત્રે બનાસકાંઠામાં જે તત્વો સામે ગુનો દાખલ કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમા અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે બની રહ્યો છે અને આવી ગેંગના લુખ્ખા સાગરીતો જાહેરમાં સામાન્ય અને રોજેરોજનું પેટિયું રળતા ગરીબ લોકોને હેરાન પરેશાન કરી તેઓના ધંધા-રોજગાર ઠપ્પ કરી નાખતા હોય છે ત્યારે આવા તત્વો સામે પોલીસ લગામ લગાવી અને કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી બની છે જો કે આ ઘટનાના ૨૪ કલાક બાદ ગુનો દાખલ થતાં પોલીસ કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: Surat police, વાયરલ વીડિયો, સીસીટીવી, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन