ફટાકડા ફોડવાને લઈને સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

News18 Gujarati
Updated: October 17, 2019, 11:29 PM IST
ફટાકડા ફોડવાને લઈને સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
ફટાકડા ફોડવાને લઈને સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં આગામી દિવસ માં દિવાળી ને લઈને એક જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર વિસ્તારમાં રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે. શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથો સાથ જાનમાલને થતા નુકશાન સાથે ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. શહેરના જાહેર રસ્તા તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા સળગાવી વ્યકિત ઉપર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જયારે સમગ્ર વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા નહીં. ડુમસ પો.સ્ટે. વિસ્તારમાં આવેલા સુરત એરપોર્ટની ફરતી દિવાલ/ફેન્સીંગ તારની વાડથી 500 મીટરના ઘેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા નહી. હજીરા અને ઈચ્છાપોર પો.સ્ટેશન વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની કંપનીઓના કંપાઉન્ડના ઘેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા નહી.

આ પણ વાંચો - સુરત મનપાનો પ્રયોગ સફળ! સુરતીઓએ વહાવ્યો દાનનો ધોધ, ગરીબોને દિવાળીની ભેટ આપવાનું કરાયુ શરૂ

આ ઉપરાંત રાત્રે 10 બાદ અને સવારે 6 વાગ્યાપહેલા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે.
First published: October 17, 2019, 11:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading