બિનસચિવાલયની પરીક્ષાઓની તારીખે નવા નિયમો અનુસાર જાહેર થશેઃ નીતિન પટેલ

News18 Gujarati
Updated: October 14, 2019, 9:06 PM IST
બિનસચિવાલયની પરીક્ષાઓની તારીખે નવા નિયમો અનુસાર જાહેર થશેઃ નીતિન પટેલ
સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી નથી જેથી ઉમેદવાર વિદ્યાર્થીઓને તેની ચિંતા કરવાની જરૂર નથી.

સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી નથી જેથી ઉમેદવાર વિદ્યાર્થીઓને તેની ચિંતા કરવાની જરૂર નથી.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ બિનસચિવાયલ ક્લાર્કની (Non-secretarial clerk) પરીક્ષા (exam) રદ કરવામાં આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બિન સચિવાલયની પરીક્ષાઓની તારીખ નવા નિયમો અનુસાર વહેલી તકે જાહેર કરવામાં આવશે. સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી નથી જેથી ઉમેદવાર વિદ્યાર્થીઓને તેની ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત જીએસટી લાગુ કર્યા બાદ હીરા ઉદ્યોગને નડી રહેલા પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. ડાયમંડ ઉધોગમાં પ્રવર્તી રહેલી મંદીના સવાલ પર પૂછતાં તેમણે કહ્યું હતું કે હવે ધીમેધીમે માહોલ સુધરી રહ્યો છે જેથી ચિંતા કરવાની જરૂર નથી.

નાયબ મુખ્યમંત્રી (Dy CM)નીતિન પટેલ (Nitin Patel) આજે સુરતની (Surat) મુલાકાતે હતા. મીડિયા સાથે વાત કરતા નીતિન પટેલને બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી નથી. જેથી ઉમેદવાર વિદ્યાર્થીઓને તેની પણ ચિંતા કરવાની જરુર નથી. ટુક સમયમાં નવા નિયમોની સાથે પ્રવેશ પ્રક્રિયાની તારીખો જાહેર કરવામાં આવશે.

માણસામાં લેવાયેલી પરીક્ષામાં વિચિત્ર પ્રશ્ન પૂછવા બાબતે તેમણે કહ્યું હતું કે કુમળા માનસ ધરાવતા વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો પૂછવા ન જોઈએ.જ્યારે અંતમાં રાજ્યમાં વકરી રહેલા રોગચાળા બાબતે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે ચોમાસુ લંબાતા રોગચાળો વકર્યો છે..પણ હવે વરસાદે ઉઘાડ લેતા સ્થિતિ કાબુમાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ-ઑટોથી લઇને હવાઇ યાત્રા થઇ શકે છે ખુબ જ સસ્તી! આ છે કારણ

આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હીરા ઉદ્યોગે ( diamond industry)આવકારી લીધી હતી.

આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ નશામાં ધૂત શિક્ષક ક્લાસરૂમમાં ઊંઘતો ઝડપાયો, છેડતી કરવાનો આરોપહીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-KBC 11: પત્નીની જીદના કારણે પતિ બન્યો કરોડપતિ, 7 કરોડ માટે પ્રશ્ન પૂછાયો

આજે સુરત આવેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગુજરાતની આર્થિક પાટનગરી ગણાતા સુરત અને સુરતના હીરાઉધોગના વખાણ કર્યા હતા. જીએસટી લાગુ કર્યા બાદ નડી રહેલા પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. ડાયમંડ ઉધોગમાં પ્રવર્તી રહેલી મંદીના સવાલ પર પૂછતાં તેમણે કહ્યું હતું કે હવે ધીમેધીમે માહોલ સુધરી રહ્યો છે જેથી ચિંતા કરવાની જરૂર નથી.
First published: October 14, 2019, 9:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading