સુરતથી પરપ્રાંતીયોને લઇને જતી ટ્રેન પર સરકારે લાગવી રોક, આજે માત્ર 5 ટ્રેન જશે

સુરતથી પરપ્રાંતીયોને લઇને જતી ટ્રેન પર સરકારે લાગવી રોક, આજે માત્ર 5 ટ્રેન જશે
કોરોનાના સંકટમાં કંપનીઓની સામે રોજ રોજ નવી નવી મુશ્કેલીઓ આવી રહી છે. પહેલા જ લોકડાઉનના કારણે પ્રોડક્શન બંધ છે. હવે તેમની પાસે આ કંપનીઓને ફરી શરૂ કરવા માટે શ્રમિકોની અછત છે. અંગ્રેજીના બિઝનેસ સમાચાર ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ કંસ્ટ્રક્શન, કંજ્યૂમર ગૂડ્સ અને ઇકોર્મસ સેક્ટર્સની કંપનીઓમાં આ સમસ્યા સાફ નજરે પડી રહી છે. મોટા મેન્યુફૈક્ચરિંગ સેક્ટર્સમાં પણ લોકડાઉન પૂરું થયા પછી કંપનીઓને કામકાજ શરૂ કરતા પહેલા આ પ્રકારની સમસ્યા આવવાની સંભાવના છે.

છ દિવસ સુધી સુરત રેલવે સ્ટેશન પરથી 54 ટ્રેનો દોડી, તંત્રએ હજારો પરપ્રાંતીયોને પોતાના ઘરે પહોંચાડ્યા.

  • Share this:
સુરત : કોરોના વાયરસને લઇને લૉકડાઉન (Lockdown)માં સુરત શહેરમાં વસતા પરપ્રાંતીયો (Migrant Workers)ને વતન મોકલવા માટે છેલ્લા 6 દિવસ સતત ટ્રેન (Train)નો ધમધમાટ શરૂ થયા બાદ અચાનક ઓડિશા સરકારે (Odisha Government) વતન મોકલવાની સ્પષ્ટ ના પાડી દેતા ઓડિશાના વતનીઓને મોકલવા પર બ્રેક લાગી ગઇ છે. સાથે બિહાર સરકાર પણ ગતરોજ મંજૂરી નહીં આપતા આજે સુરતથી માત્ર 5 ટ્રેન ઉત્તર પ્રદેશ જશે.

કોરોના વાયરસને લઇને લૉકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતનાં લોકો પોતાના વતન જવા માટે તડપી રહ્યા છે. આ દરમિયાન છેલ્લા 6 દિવસથી તંત્ર ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝાડખંડ ટ્રેનો રવાના કરીને હજારો શ્રમિકોને પોતાના વતન મોકલવામાં સફળતા રહ્યું હતું. છ દિવસ સુધી સુરત રેલવે સ્ટેશન પરથી 54 ટ્રેનો દોડી છે. જે બાદમાં ઓડિશા સરકારે ટ્રેનોની પરમીશન રદ કરી છે. ઓડિશા હાઇકોર્ટે ટ્રેનોની પરવાનગી રદ કરવાનો હુકમ કરતા સરકારે જેટલી પણ મંજૂરી આપી હતી તે રદ કરી દેવાઇ છે. આથી સુરતથી ઓડિશા જનારી તમામ ટ્રેનો રદ કરી દેવાઇ છે.આ પણ વાંચો : સુરત : ભાજપના કાર્યકરે પરપ્રાંતીયોને વતન મોકલવા લાખો ઉઘરાવ્યા, ટિકિટ માંગતા શ્રમિકનું માથું ફોડી નાખ્યું

આથી હવે જ્યાં સુધી બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી ઓડિશા માટે ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. હવે જે પણ વ્યક્તિ ઓડિશા પરત ફરવા માંગે છે તેણે કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ નેગેટિવ આવે તો જ તેઓ વતન જઈ શકશે. આ કારણે બિહાર અને ઝારખંડના લોકોને સરકારે જવાની મંજૂરી રદ કરી છે.

આથી આજે ફકત પાંચ ટ્રેનો ઉતરપ્રદેશ માટે જ દોડશે. આમ શનિવારથી સતત દિવસના ત્રણ વખતે દોડતી ઓડિશાની ટ્રેનના પૈંડા આજથી થંભી ગયા છે. સુરત શહેરથી વતનમાં મોકલવાની શરૂઆત કર્યા બાદ ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉતરપ્રદેશ ટ્રેનો જવા રવાના થઇ રહી હતી. સુરત શહેરમાં મોટી સંખ્યામાં શ્રમિકો હોવાથી સુરત જિલ્લા કલેકટર દ્વારા જેટલા પણ શ્રમિકો જવાના છે તે તમામનું લિસ્ટ તૈયાર કરી દેવાયુ હતું.

આ પણ વાંચો : રતન ટાટાએ 18 વર્ષના યુવકના સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું, બે વર્ષ પહેલા શરૂ થઈ હતી કંપની

 

જેમ જેમ ઓડિશા સરકારની મંજૂરી મળતી જાય તેમ તેમ બીજું લિસ્ટ મોકલીને ફટાફટ મંજૂરી લેવાઇ રહી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઓડિશા જવા માટે 85થી વધુ ટ્રેનોનું લિસ્ટ તૈયાર કરી દેવાયું હતું. હવે મંજૂરી રદ થતાં કારીગરો મોટા પ્રમાણ રસ્તા પર ઉતરી પોતાનો રોષ ઠાલવે તેવી શક્યતા વચ્ચે શહેરભરમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. આજે સુરત ખાતે માત્ર 5 ટ્રેન તે પણ ઉત્તર પ્રદેશ માટે શ્રમિકો સાથે નીકળશે, જેમાંથી એક ટ્રેનમાં શ્રમિકોના ટિકિટનો ખર્ચ કૉંગ્રેસ ભોગવશે. આ ટ્રેન ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જશે.
Published by:News18 Gujarati
First published:May 08, 2020, 11:12 am

ટૉપ ન્યૂઝ